Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યાને લઈને કેનેડા અને ભારતના સબંધો વચ્ચે આવેલો તણાવ ઓછો થવાનુ નામ નથી લઈ રહ્યું.

હવે કેનેડાની ટ્રુડો સરકારના એક સિનિયર મંત્રીએ એવો સંકેત આપ્યો છે કે કેનેડા સરકાર ભારત સાથે વેપારની વાટાઘાટો ફરી શરુ કરવાની જગ્યાએ ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજજરની હત્યાના મામલાની તપાસ માટે ભારતનો સહયોગ મેળવવા ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

અમેરિકામાં એશિયા પેસિફિક ઈકોનોમીક કો ઓપરેશનની બેઠક ટાણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કેનેડાના ઈન્ટરનેશનલ ટ્રેડ તેમજ ઈકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર મેરી એનજીએ કહ્યુ કે અત્યારે કેનેડાની પ્રાથમિકતા નિજ્જરની તપાસ આગળ વધારવા પર છે.

એનજીના નેતૃત્વમાં ઓક્ટોબરમાં કેનેડાનુ એક પ્રતિનિધિમંડળ વેપાર વાટાઘાટો કરવા માટે ભારત આવવાનુ હતુ પરંતુ આ મુલાકાત રદ કરી દેવામાં આવી હતી. એનજીને પૂછવામાં આવ્યુ હતુ કે શું ભારત સાથે વેપાર માટેની વાટાઘાટો આગળ વધી શકશે ?ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે કેનેડાની ધરતી પર કેનેડાના એક નાગરિકની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવતી હોય ત્યારે આ મામલાની તપાસ વધારે મહત્વપૂર્ણ છે.

વેપાર માટેની વાટાઘાટોને જોકે તેમણે સીધી રીતે આ હત્યા સાથે જોડી નહોતી પરંતુ કહ્યુ હતુ કે અમારુ ધ્યાન નિશ્ચિત પણે નિજ્જરની હત્યાની તપાસ પર જ છે.

નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ થોડા સમય પહેલા કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ લગાવ્યો હતો અને ત્યારથી જ બંને દેશો વચ્ચેના સબંધો વણસવાની શરુઆત થઈ હતી. ભારતે આ મામલામાં પોતાનો કોઈ રોલ હોવાનો ઈનકાર કરીને ટ્રુડોના નિવેદને રાજકારણથી પ્રેરીત ગણાવ્યુ હતુ.

આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ તેમને સરમુખત્યાર કહ્યા, જાણો કેમ