Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીનું પાકિસ્તાનની જેલમાં મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના નજીકના હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું મોત થયું છે. તેના પર મુંબઈમાં 26/11ના હુમલાવરોને તાલીમ આપવાનો આરોપ છે.

ભુટ્ટાવીની મોતની સાત મહિના પછી પુષ્ટી કરવામાં આવી

પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના દિવસો સારા ચાલી નથી રહ્યા તેવું લાગી રહ્યું છે પાકિસ્તાની જેલમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના નજીકના હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું મોતના સમાચાર મળી રહ્યા છે. તેના મૃત્યુની પુષ્ટિ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવી છે. આ કન્ફર્મેશન સાત મહિના પછી આવ્યું છે. ભુટ્ટાવીનું 29 મે 2023ના રોજ પંજાબ પ્રાંતના મુરીદકેમાં હાર્ટ એટેકથી મોત થયું હતું અને તે સમયે તે પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતો.

જ્યારે હાફિઝ સઈદને કસ્ટડીમાં લઈ જવાયો ત્યારે સંગઠન તે સંભાળતો હતો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ જ્યારે હાફિઝ સઈદની અટકાયત કરવામાં આવી ત્યારે ભુટ્ટાવીએ લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના સંગઠનને સંભાળ્યું હતું. હાફિઝ સઈદને નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના થોડા દિવસો પછી નજરકેદ કરવામાં આવ્યો હતો અને જૂન 2009 સુધી કસ્ટડીમાં રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભુટ્ટાવી સંગઠનની રોજબરોજની કામગીરી સંભાળતો અને સંગઠન વતી તે સ્વતંત્ર નિર્ણયો લેતો હતો. તે ઉપરાંત હાફિઝ સઈદની મે 2002માં અટકાયત કરવામાં આવી હતી.