Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હવે ભારતથી થાઈલેન્ડ જતા ટુરિસ્ટ માટે એક ખુશ ખબર છે. હવે ભારતથી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. જેમાં થાઈલેન્ડની સરકારે જણાવ્યું છે કે હવે ભારત અને તાઇવાન થી આવનારા ટુરિસ્ટને વિઝા લેવાની જરૂરિયાત નથી. આ  છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવી છે.

થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનું સૌથી મોટું ટુરિઝમ માર્કેટ

થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનું સૌથી મોટું ટુરિઝમ માર્કેટ છે. પહેલા ત્રણની વાત કરીએ તો તેમાં ચીન, મલેશિયા અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાબતે થાઈલેન્ડ સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, વેકેશનમાં વધુ પ્રમાણમાં ટૂરિસ્ટને આકર્ષવા માટે થાઈલેન્ડે હાલ વિઝા માટેની પ્રક્રિયામાં છૂટ આપી છે. જેમાં ભારત સાથે તાઇવાનના નાગરિકો માટે થાઈલેન્ડની ટ્રીપ અને વિઝા પણ ફ્રી રહેશે. આ વર્ષે થાઈલેન્ડનું લક્ષ્ય 28 મિલિયન ટૂરિસ્ટનું છે.

થાઈલેન્ડ વિઝા માટે ભારતીયો ચુકવે છે 2000 ભાટ

હાલમાં, ભારતના પ્રવાસીઓએ 2-દિવસના થાઈલેન્ડના વિઝા માટે 2000 ભાટ ચૂકવવા પડે છે. થાઈલેન્ડ સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસની સંખ્યા વધારીને 3.3 ટ્રિલિયન ભાટ સુધી પોહચવાનું લક્ષ્ય રાખે છે. બેન્ક ઓફ થાઈલેન્ડના ડેટા અનુસાર, ટૂરિઝમનું થાઈલેન્ડ જીડીપીમાં લગભગ 12 ટકા અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન છે.

30 દિવસ સુધી વગર વિઝાએ ફરી શકાશે થાઈલેન્ડ

થાઈલેન્ડ સરકારનું કહેવું છે કે ભારત અને તાઇવાનથી આવનારા લોકો વગર વિઝાએ 30 દિવસ સુધી થાઈલેન્ડ ફરી શકે છે. આ સુવિધાનો ફાયદો 10 નવેમ્બરથી 10 મે સુધી મળશે.

આ પણ વાંચો : ઉત્તરપૂર્વમાં એક નદીમાં બોટ ડૂબી જતાં 18 લોકોના મોત, બચાવકર્તાની ટીમ અન્ય લોકોની શોધખોળમાં લાગી