Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સગીરા સાથે દુષ્કર્મ કેસનો મામલો

ખાસ પોક્સો અદાલતે દોષિતને સાત વર્ષની કેદની સજા ફટકારી

શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતી સગીરાને હોટલમાં લઇ જઈને મોંઢા પર ડૂચો મારી દુષ્કર્મ આચરવાના કેસમાં પ્રેમી નિહીર ઉર્ફે બંટી ગોપાલભાઇ રાવતને પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજે સાત વર્ષ કેદની સજા અને રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટનુ અવલોકન છે કે, સમાજમાં આ પ્રકારના દુષ્કર્મના કેસો વધી રહ્યા છે ત્યારે આરોપીના ગુનાહિત કૃત્યને સહેજપણ હળવાશથી લઇ શકાય નહી. ગુનાની ગંભીરતા જોતાં દોષિતને  સાત વર્ષની કેદની સજા ફટકારાય છે. સ્પેશ્યિલ પોક્સો કોર્ટે એ પણ હુકમ કર્યો છે કે, દોષિત દ્વારા રૂ. ૫૦ હજારના દંડની રકમ ભરવામાં આવે એટલે તે રકમ વળતર પેટે પિડીતાને ચૂકવી આપો.

સુનાવણી દરમિયાન, રાજય સરકારના અધિક સરકારી વકીલે ૧૩ સાહેદોને તપાસેલા અને ૨૫ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીને કડક સજા ફટકારવાની માગ સાથે રજૂઆત કરેલી કે, શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતી સગીરા જ્યારે ઘરે એકલી હતીત્યારે તેણીની મિત્ર તેના ઘેર આવી હતી અને તેણીએ તેના પ્રેમી નિહીર ઉર્ફે બંટી ગોપાલભાઇ રાવતને મળવા જવા કહ્યું હતું. આ પછી, આરોપી તે સગીરાને દરિયાપુર વિસ્તારમાં આવેલી હોટલ પૂનમ પેલેસમાં લઇ ગયો હતો, જયાં તેણે હોટેલ રૂમમાં પિડીતા સાથે દુષ્ક્રમ આચરેલુ. બાદમાં પીડિતાએ સમગ્ર બનાવની જાણ તેની માતાને કરતાં આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપી વિરૂદ્દ પોક્સો એકટ હેઠળનો બહુ ગંભીર ગુનો છે. આ કેસમાં ફરિયાદી અને સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે. સમાજમાં દિન પ્રતિદિન દુષ્કર્મના આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે કોર્ટે આરોપીને સબક સમાન સજા કરવી જોઇએ.

આ પણ વાંચો : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા