Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જુનાગઢ પોલીસના નામ પર કલંક લગાવતી એક ઘટના સામે આવી છે. જેમાં જુનાગઢ SOG શાખાના ASI દિપક જાની, PI અરવિંદ ગોહિલ અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી. જેથી તેઓ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. તેમજ ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલે હવે માસ્ટરમાઈન્ડ તરલ ભટ્ટ હોવાનો ખુલાસો થયો છે. જેની સાથે સાથે જ 335 જેટલા એકાઉન્ટો ડમી હોવાનો ધડાકો પણ થયો છે. ઇન્ટરનેશનલ રેકેટ હોવાની સંભાવના વ્યકત કરતા આઈજીએ કહ્યું કે, SOG દ્વારા અપાયેલ નોટિસનું તમામ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે.

તેમજ આઈ જી નિલેશ ઝાંઝડીયાએ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા છે તેવી વિગતો સામે આવી છે. તેમજ ખોટા દસ્તાવેજોને લઈને બેંક ધારકોને નોટિસ આપી હતી તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો?

કેરેળના કાર્તિક ભંડેરીનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો. ત્યારે બેંકે તેમને જૂનાગઢ એસઓજી ના સાઇબર ક્રાઇમ સેલ દ્વારા તેનું એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી કાર્તિક ભંડારીએ જુનાગઢ એસઓજી શાખાનો સંપર્ક કર્યો હતો અને ટેલીફોનિક વાતચીતમાં તેમને શાં માટે બેન્ક એકાઉન્ટ ફ્રીજ કર્યું છે તેની માહિતી મેળવી હતી. આ મામલે જુનાગઢ એસઓજી દ્વારા વેપારીને રૂબરૂ જુનાગઢ આવવા જણાવ્યું હતું. જેથી ગત તા. 14મી જાન્યુઆરીના રોજ કાર્તિક ભંડેરી જુનાગઢ એસઓજી ખાતે આવ્યા હતા. જ્યા તા.  16મી જાન્યુઆરીના રોજ કાર્તિક ભંડેરી તેમના મામા સાથે ઓફિસમાં SOG પીઆઇ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને મળ્યા હતા.

SOG ASI દિપક જાનીએ વેપારીને અલગ રૂમમાં લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી. તેમજ જો બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં આવા બેન્ક એકાઉન્ટ જેને ફ્રીઝ કર્યા હોય તેમાં બેંક એકાઉન્ટમાં પડેલી રકમના 80% આપવાના હોય છે તેવું પણ જણાવ્યું હતું. જેથી તમારે 25 લાખ રૂપિયા જુનાગઢ એસઓજીને આપવા પડશે તો જ તમારું બેન્ક એકાઉન્ટ અન ફ્રીઝ થશે તેમ જણાવ્યું હતું.

કોણ છે તરલ ભટ્ટ

આ અગાઉ થોડા મહિના પહેલાં જ અમદાવાદમાંથી ઝડપાયેલા કરોડોના સટ્ટાકાંડમાં PI તરલ ભટ્ટની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના માધુપુરા વિસ્તારની એક ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કરોડોના હિસાબોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કરોડોના સટ્ટા ચાંદની તપાસ કરતા પીઆઇ તરલ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા ડીજીપી વિકાસ સહાયક થોડા મહિનાઓ પહેલા પીઆઇ તરલ ભટ્ટની જુનાગઢ બદલી કરી હતી.

આ પણ વાંચો:  ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ,50 વર્ષમાં ના જોઈ હોય એવી મંદીના ભરડામાં