Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાના હરણી તળાવની દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. ત્યારે મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાયો છે. 18 સામે ફરિયાદ પછી પરેશ શાહનું નામ ઉમેરાયું હતું. ત્યારે અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા છે.

હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ ફરાર

વડોદરાના હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ પણ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 14ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહને ઝડપવામાં આવ્યો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા હાઈવે ઉપર પોલીસે ઝડપી પાડ્યો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. 18 આરોપીઓ સામે ફરિયાદ પછી પરેશ શાહનું ફરિયાદમાં નામ ઉમેરવામાં આવ્યું હતું. SIT દ્વારા પરેશની ધરપકડ પછી ધરપકડનો કુલ આંખ 9 પર પહોંચ્યો છે. તથા હજુ પણ દસ 10 આરોપીઓ ફરાર છે.

ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહ પરેશ શાહનો સાઢુભાઈ

વડોદરાના હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત નીપજ્યું હતું. આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેમણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. ત્યારે આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહ જે પરેશ શાહનો સાઢુભાઈ થાય છે.

આ પણ વાંચો:  વડોદરાના ખેડૂતે કરી કમાલ, વાડીમાં વાવ્યા લાલ કેળા