Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
  • હાઈકોર્ટના આદેશ છતા વાવડી ગ્રામ પંચાયતનો વહીવટ સોંપાતો નથી - અરજદાર
  • કન્ટેપ્મ્ટની અરજીનામાં હાઈકોર્ટે સરકાર સહિત ગોધરા ડીડીઓ, ચીફ ઓફિસરને નોટિસ પાઠવી
  • હાઈકોર્ટે આદેશ કરેલો કે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવિષ્ટ કરી ન શકાય

થોડા દિવસો પહેલા ગોધરા જિલ્લાના વાવડી બુઝર્ગ ગ્રામપંચાયતને અનુલક્ષીને હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, બંધારણની કલમ 243 (પી) હેઠળ કોઈપણ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવિષ્ટ કરી શકાય નહીં. આ સંદર્ભે સરકારે બહાર પાડેલા જાહેરનામાને ગેરકાયદે, ગેરબંધારણીય ઠેરવીને રદ કર્યુ હતુ અને ગ્રામ પંચાયતને તેનો વહીવટ અને સત્તા પરત સોંપવા આદેશ કરેલો. જો કે, હાઈકોર્ટના આ આદેશનો અમલ ન થતા અરજદારે સરકાર સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગોધરા ડીડીઓ, ગોધરા ટીડીઓ અને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને કન્ટેમ્પ્ટની નોટિસ પાઠવી છે.  હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, આદેશનુ હજુ સુધી પાલન કેમ કરાયુ નથી, તે અંગે જવાબ આપો. આ કેસની વધુ સુનાવણી 28 જૂને હાથ ધરાશે.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, તેમના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપેલો કે, ભારતીય બંધારણની કલમ-૨૪૩(પી)(ડી)હેઠળ કોઇપણ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવી ગેરકાયદે છે. આ સંદર્ભે સરકારે રજૂ કરેલા જાહેરનામાને રદ કર્યુ છે. તો પણ ગ્રામ પંચાયતનો તેનો વહીવટ સોંપવામાં આવેલો નથી. આ અંગે ઓથોરિટીને રજૂઆત કરવા છતા તેનો અમલ કરાતો નથી. ઓથોરિટીએ ગ્રામ પંચાયતનો વહીવટ પરત ન સોંપતા ગામ લોકોને પાણી, ગટરલાઈન, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : બીસીજીની ઈલેક્શન ટ્રિબ્યુનલની બેઠકમાં લેવાયો નિર્ણય