Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આજે ગુજરાતનું 2024-25ના વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપ્યું છે. અયોધ્યામાં ગુજરાતી યાત્રી ભવન બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે અને આ સાથે બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત યાત્રી નિવાસ માટે 10 કરોડની જોગવાઈ કરી છે. જેનાથી અનેક ગુજરાતી પ્રવાસીઓને મોટો ફાયદો થશે અને આ સિવાય પ્રવાસી યાત્રીઓ માટે અનેક મોટા શહેરોથી ડાયરેક્ટ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ચાલો જાણીએ શું છે વ્યવસ્થા અને ક્યાંથી મળશે ફ્લાઈટ.

આ 8 શહેરોથી મળશે અયોધ્યા માટે ડાયરેક્ટ ફ્લાઇટ

અયોધ્યા શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પછી અયોધ્યા ખાતે દેશભર માંથી શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ત્યારે અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. ત્યારે અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય 1મી ફેબ્રુઆરી 2024ના રોજથી 8 નવા ફ્લાઈટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે. ત્યારે નવા ફ્લાઈટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, પટના, જયપુર, દરભંગા, મુંબઈ અને બેંગલુરુ સાથે જોડવામાં આવશે.

રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની પણ કરી વ્યવસ્થા

હાલમાં જ ભારતીય રેલવે દ્વારા અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ આઈઆરસીટીસી અથવા બસ માટેનું ગ્રૂપ બુકિંગ કરાવી શકશે. મુસાફરોની સંખ્યા વધશે તો GSRTC દ્વારા પણ બસ દોડાવા અંગે વિચારણા ચાલી રહી છે.

અયોધ્યાના યાત્રિકોને મળશે સબસિડી

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે, અયોધ્યા જતા યાત્રિકોને સબસીડી આપવામાં આવશે અને તેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે અને તે માટે સરકાર વિવિધ એક બાદ એક વ્યવસ્થા કરવામાં આવશે.

ભોજનની પણ ખાસ વ્યવસ્થા

અયોધ્યા શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં સીતા રસોઇ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા રામ ભક્તોને સીતા રસોઈમાં પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તેમજ અયોધ્યામાં સીતા રસોઇ રામ મંદિરના ભક્તોને ભોજન કરાવી રહી છે.

રામ જન્મભૂમિ પાસે આવેલી છે સીતા રસોઈ

આ પવિત્ર સ્થાનનું નિર્માણ રામજન્મભૂમિથી વધારે દૂર નથી કરવામાં આવ્યું. હવે આ એક મંદિર પણ છે જેની અંદર ઘણી બધી જોવાલાયક વસ્તુઓ છે અને આ ભૂગર્ભ રસોડું તે બે રસોડામાંથી એક છે જે દેવી સીતાનું નામ ધરાવે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે અને તેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા. તે અયોધ્યાના રાજકોટમાં રામજન્મભૂમિની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું છે. આ સીતા રસોઈનું ઐતિહાસિક મહત્વ છે. મંદિરના બીજા છેડે ભગવાન શ્રી રામ, તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન અને તેમની પત્નીઓ સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિની ભવ્ય પોશાકવાળી અને અલંકૃત મૂર્તિઓ છે. દેવી સીતા, જેમને ઘણી-ઘણીવાર દેવી અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે, તેઓ ભોજનના દેવી તરીકે પણ પૂજનીય છે. આ ભાવનામાં મંદિર મફત ભોજન આપીને આ પરંપરા ચાલુ રાખે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા.

આ પણ વાંચો:  રાજ્યમાં ઘટ્યુ ઠંડીનું પ્રમાણ, જાણો તાપમાનનો પારો કેટલો ઉંચકાયો