Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પાકના ભાવો અને આવક સમય સાથે બદલાતા રહે છે ત્યારે રાજ્કોટટ માર્કેટિંગ યાર્ડમાં જણસીની નહીવત આવક થયેલ જોવા હતી. જો કે આ વખત ખેડૂતોને તો સારા એવા ભાવ મળ્યાં હતાં. માર્કેટ યાર્ડમાં આ વખત 6000 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી અને એક મણનાં 1495 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યાં હતાં જે ખૂબ જ સારા ભાવ છે. તેમજ સોયાબીનની પણ પુષ્કળ આવક થઇ હતી.

ત્યારે આ વખત રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીની નહીવત આવક થયેલ જોવા હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, ઘઉં, સીંગફાડા અને તેની સાથે આ વખત લસણની પણ સારી એવી આવક થયેલ જોવા મળી હતી.જ્યારે શાકભાજીની વાત કરવામાં આવે તો તેમાં લીલા ચણા અને બટેટાની જ આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, સોયાબીન, લસણ, કઠોળ અને બટાટાની સાથે સાથે પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં 6000 ક્વિન્ટલ કપાસની સારી એવી આવક થયેલ જોવા મળી હતી. ખેડૂતોને કપાસનો ભાવ 1180 રૂપિયાથી લઇ 1495 રૂપિયા સારો એવો ભાવ મળ્યો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે સોયાબીનની પણ આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં અન્ય પાકોની જેમ સોયાબીનની આવક પણ 960 ક્વિન્ટલ થઈ હતી. આ સોયાબીનનો ભાવ પણ 925થી 953 રૂપિયા મણનો બોલાયો હતો જે સોયાબિનનો ખૂબ જ સારો ભાવ માનવામાં આવે છે. રાજકોટ યાર્ડમાં 2750 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં થઈ હતી. જ્યારે ટુકડા ઘઉંના ભાવ પણ 540થી 628 રૂપિયા સુધી બોલાયા હતા. જ્યારે લોકવન ઘઉંની પણ સારી એવી આવક થઈ હતી. લોકવન ઘઉની આવક 325 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે લોકવન ઘઉંનો ભાવ 522થી 581 રૂપિયા સુધી બોલાયો હતો.

રાજકોટ સબ માર્કેટ યાર્ડમાં બટાટાની 3600 ક્વિન્ટલ અને લીલા ચણા ક્વિન્ટલ આવક થયેલ જોવા મળી હતી. બટેટાના ભાવ પણ 140 થી 490 બોલાયા હતા. ત્યારે લીલા ચણાના ભાવ પણ 250થી 600 રૂપિયા બોલાયા હતા.

આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આ વખત બધા જ પાક અને શાકભાજીનો પુરતો ભાવ મળી રહ્યો હોવાથી મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહીં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં ત્રણ હજાર કરતા વધુ બહેનોએ મુકાવી શ્રી રામની મહેંદી, જાણો કારણ