Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હૃદય બંધ થયા છે. જેમાં સંત કબીર રોડ ઉપર 24 વર્ષના યુવકનું મોત થયુ છે અને 28 વર્ષના બિહારી યુવકનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે. વાડીએ કામ કરતા 46 વર્ષીય વ્યક્તિનું એટેકથી મોત થયુ છે. તેમજ પરિશ્રમ સોસાયટીમાં પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત થયુ છે.

સંત કબીર રોડ ઉપર 24 વર્ષના યુવાન છોટન બંગાળીનું મોત

રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં ચાર લોકોને હાર્ટ એટેક આવતા મોત થયા છે. સંત કબીર રોડ પર 24 વર્ષના યુવાન છોટન બંગાળીનું મોત, પરિશ્રમ સોસાયટીમાં રહેતા પ્રોઢ ભુપતભાઈનું બેભાન થઇ જતા મોત થયું તથા 28 વર્ષના બિહારી યુવાન ધનાંજનને એકાએક પરસેવો વડી જતા મોત થયુ છે. તથા વાડીએ કામ કરતા 46 વર્ષના ખોડાભાઇનું પણ એકાએક મોત થયુ છે. બે યુવાન 24 અને 28 વર્ષના તો 2 પ્રોઢ 46 અને 47 વર્ષનાનું હૃદય બંધ પડી જતા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

શિયાળામાં જ્યારે તાપમાન ઘટે છે ત્યારે હૃદયની રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે

ધમનીઓમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થાય છે અને કોલેસ્ટેરોલ ભેગું થાય છે. શિયાળામાં જ્યારે તાપમાન ઘટે છે ત્યારે હૃદયની રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે. સંકોચાઈ જવાથી લોહીના પ્રવાહ માટે ઓછી જગ્યા રહે છે આ લોહીના પ્રવાહને અવરોધે છે અને તે હાર્ટ-એટેકનું કારણ બને છે. ઘણી વખત લોકોને હ્રદયમાં બળતરાની સમસ્યા થવા લાગે છે. ક્યારેક છાતીનાં મધ્ય ભાગમાં બળતરા પણ થવા લાગે છે.

કેટલીકવાર આ બળતરા થોડીવારમાં ઓછી થઈ જાય છે

કેટલીકવાર આ બળતરા થોડીવારમાં ઓછી થઈ જાય છે અને કેટલીકવાર આ બળતરા ઓછી થવામાં કલાકો પણ લાગે છે. કેટલાક લોકો માટે હાર્ટબર્નની સમસ્યા સમય સાથે વધુ ગંભીર બની જાય છે. હાર્ટબર્ન એવા લોકોમાં વધુ સામાન્ય છે, જેમને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ છે અથવા જેઓ બળતરા વિરોધી દવાઓ લે છે. ઘણી વખત ગર્ભવતી મહિલાઓને હાર્ટબર્નની સમસ્યા થવા લાગે છે. એવું જરૂરી નથી કે દરેક વખતે આ કારણોથી હાર્ટબર્ન થાય. આના અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. ઘણી વખત લોકો હાર્ટબર્નને સામાન્ય બાબત માને છે અને તેની અવગણના કરે છે. આખરે એ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને પછી ખબર પડે છે. ઘણી વખત, હાર્ટ એટેક પહેલા છાતીમાં બળતરા થાય છે. આ કેન્સર જેવી ખતરનાક બીમારીની નિશાની પણ હોઈ શકે છે. 

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થતા ગુજરાતમાં ઉજવણી, હર્ષ સંઘવીએ રાહદારીઓને ખવડાવ્યા લાડુ