Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ન્યુ ગુજરાતી ન્યુઝમાં અમે સતત લોકોની સમસ્યાઓને તંત્ર સમક્ષ લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. ત્યારે અનેક ગામોની મુલાકાત કર્યા બાદ પાણીની સમસ્યા ગામે ગામની થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકાર નરસિંહ જળની યોજનાની મોટી મોટી વાતો કરે છે પરંતુ નરસિંહ જળ ઘરે-ઘરે પહોંચાતું નથી તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર NGNની ટીમ આવી પહોંચી છે ગોધરામાં આવેલ સાપા ગામમાં. સાપા ગામમાં લોકો વર્ષોથી પાણી માટે તરસી રહ્યા છે. આ ગામમાં આવેલા લોકોની આંખો પાણીના એક બેડા માટે દૂર દૂર સુધી સફર કરે છે. ગામના લોકો પાણી માટે મોટા મોટા ડુંગરો સર કરી અને દૂર દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે. આ ગામમાં 5,000 કરતા પણ વધારે વસ્તી છે.

તેમ છતાં આ ગામમાં તંત્ર કોઈ જ કામગીરી કરી રહ્યું નથી. આખા ગામમાં આઠ જેવા ભોયકુવા બનાવવામાં આવ્યા છે પરંતુ આ એક પણ ભોય કૂવો ગામની વસ્તી પ્રમાણે પાણી પૂરું પાડી શકે તેવી સ્થિતિમાં નથી. જો કોઈ કૂવામાં સદનસીબે પાણી આવે છે તો તે પાણી પણ ખૂબ જ ડહોળું આવે છે જેના કારણે ગામના લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ગામ લોકોને કહેવું છે કે અમારા ગામમાં આવું દૂષિત અને ડહોળું પાણી પીવાથી ગામના લોકોને ચામડીના અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા રોગ થઈ રહ્યા છે. જેના કારણે આ લોકોનું આયુષ્ય પણ ટૂંકું થઈ રહ્યું છે. ત્યારે ગામ લોકોનું કહેવું છે કે તેઓ અનેકવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહી છે.


ગામ લોકોનું કહેવું છે કે તેમના દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે તંત્ર તેમની કંઈ જ સાંભળવા તૈયાર નથી. સરપંચ પોતે પણ આ લોકોને આડા જવાબ આપી રહ્યા છે અમે જ્યારે સરપંચ સાથે વાત કરી તો સરપંચનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામ કરવામાં આવ્યું છે. જેની જવાબદારી તંત્રની રહેશે સરપંચ પોતે ગામનો સરપંચ હોવા છતાં કોઈ જ જવાબદારી પોતાના માથે લેવા તૈયાર નથી. ગામના સરપંચ હોવા છતાં તેમના દ્વારા ગામમાં જે નળો નાખવામાં આવેલા છે. તે તમામ નળો માત્ર નામ શીર્ષ છે તેવું કહેવામાં આવ્યું વધુમાં પૂછતા તેમને કહ્યું કે ગામમાં અમુક જગ્યાએ પાણીના કનેક્શન પણ આપવામાં નથી. આવ્યા જે માટે કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે છે કે કામ સારું કરવું. પરંતુ સરપંચ પોતે સરપંચની જવાબદારી બરાબર રીતે નિભાવી નથી રહ્યા આ લોકોની સમસ્યાઓ સાંભળવા માટે પણ સરપંચ કહે છે કે મારી પાસે સમય નથી. ત્યારે આ ગામના લોકો પોતાની સમસ્યા લઈ અને ક્યાં જાય તે કંઈ જ આ લોકોને સમજાતું નથી.

જો છેવાડે આવેલા ગામના આવા જ સરપંચ હશે તો ગામનો ઉદ્ધાર ક્યારેય નહીં થાય અને આ પાણીની સમસ્યા આમ જ વર્ષો સુધી ચાલતી રહેશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : ધમાસણા ગામમાં આવેલી પ્રાથમિક શાળા જોવા માળી જર્જરિત હાલતમાં