Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દુનિયામાં હાલ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ બિમારીઓના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે, જે જોઇને કેટલીક વખત ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ જતાં હોય છે, ત્યારે કેન્યાની શાળામાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલમાં એકસાથે લગભગ 90થી 100 છોકરીઓને અચાનકથી ચાલવામાં તકલીફ થવા માંડી હતી. 

મળતી માહિતી મુજબ, સેન્ટ થેરેસા આર્ગી હાઈસ્કૂલની છોકરીઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. કોઈ વિચિત્ર બીમારીને કારણે આ છોકરીઓના શરીરનો નીચેનો ભાગ લકવા મારી ગયો છે. તેનો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, વિદ્યાર્થિનીઓ સારી રીતે ચાલી નથી શકતી. તેમને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. જુઓ સમગ્ર વિડિયો.

આ બીમારીએ છોકરીઓના પરિવારોની ચિંતા વધારી છે. છોકરીઓના પગ અચાનકથી જ સુન્ન થઈ ગયા હતા અને સ્થિર થઈ ગયા હતા. તેઓ ચાલી પણ ન હતી શકતી. 

કહેવાતા "રોગચાળો" એ છોકરીઓના પરિવારોને ગભરાટ અને ચિંતામાં મૂકી દીધા છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે છોકરીઓના પગ અચાનક જ સુન્ન અને સ્થિર થઈ ગયા હતા. 

રોગનું કારણ જાણવા માટે તબીબોએ તેમના બ્લડ રિપોર્ટ લીધા છે અને આ રિપોર્ટને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરંતુ, હજુ સુધી આ રોગ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)