Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાના ડભોઈમા APMCમા આજે ખેડૂતો વિફર્યા અને કર્યો હલ્લાબોલ,તો બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે CCIના ( COTTON CORPORATION OF INDIA ) અધિકારી દ્રારા ખેડૂતો વિરુધ્ધ મેસેજ કરવામા આવ્યો હતો,જેના કારણે આજે ખરીદી બંધ કરાઈ છે.

ખેડૂતો વિફર્યા

ડભોઇના ખેડૂતોએ APMC ખાતે આજે હલ્લા બોલ કર્યો હતો,તો ખેડૂતોનો આક્ષેપ છે કે CCIના અધિકારી દ્રારા મેસેજ કરવામા આવ્યા છે કે,કપાસની ખરીદી હાલ કરવામા આવશે નહી,તેના કારણે ખેડૂતોએ APMC માથે લીધુ,અને ચેરમેનને આવેદનપત્ર આપ્યુ,તો ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે,અધિકારી કહી રહયા છે કે, ખાનગી વેપારીના ત્યા કપાસનો માલ નાખવો,તો ખેડૂતો ખાનગી વેપારીના ત્યા કપાસ નાખવા માટે રાજી નથી.

ખેડૂતોમા મૂંજવણ

ખેડૂતોના કહેવા મુજબ વાત કરવામા આવે તો,કપાસની ખરીદી શ્રીજી ફાઈબર મિલ ખાતે ચાલતી હતી તે ખરીદી બંધ કરી દેવામા આવી છે,તો CCIના અધિકારીઓ 1300 રૂ. મણ કપાસની ખરીદી કરે છે, તો ખાનગી વેપારીઓ 900 થી 1000 રૂ કપાસ ખરીદે છે. જે યોગ્ય નથી,તો CCIના અધિકારીનોની મનમાનીથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નિરાકરણ આવશે કે નહી

જે રીતે ખેડૂતો વિરોધ કરી રહયા છે,તે જોઈને લાગી રહયુ છે કે,ખેડૂતો અધિકારી સામે લડી લેવાના મૂડમા છે.

આ પણ વાંચો: ભાવનગર મહાપાલિકાએ 25 થી વધુ ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા