Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન ફરી ઘટયુ છે, જેના પગલે ઠંડીનુ જોર વધ્યુ છે તેથી લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડીનુ જોર વધુ હોય છે, જયારે દિવસે તડકાના પગલે ઠંડીનુ જોર ઓછુ રહેતુ હોય છે. હાલ ફરી ઠંડી વધતા લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.  

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ 41 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે શનિવારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ 35 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઈ હતી. ગત તા.7 ફેબૂ્રઆરીએ મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયુ હતું. છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ તાપમાનમાં આશરે 4 ડિગ્રીનો ઘટાડો થયો છે તેથી ઠંડીનુ જોર વધ્યુ છે પરંતુ પવનની ઝડપ પણ વઘઘટ થઈ રહી છે. પાંચ દિવસ પૂર્વે તાપમાન વધતા ઠંડી ઘટી ગઈ હતી અને લોકોને ગરમીનો અનુભવ થતો હતો પણ છેલ્લા બે-ત્રણ દિવસ ફરી લઘુતમ તાપમાન ઘટતા ઠંડીનુ જોર વધ્યુ છે. 

હાલ ઠંડો પવન ફુંકાતા ઘણા લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખ્યા હતાં. વહેલી સવારે તેમજ મોડી રાત્રીના ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. રોડ સુમસાન જોવા મળ્યા હતા અને લોકોની ખુબ ઓછી અવર-જવર જોવા મળી હતી. ઠંડી વધતા રાત્રીના સમયે કેટલાક લોકો તાપણી કરતા નજરે પડયા હતાં. રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી હતી અને તેઓ ધાબળા ઓઢી સુતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતું.

આ પણ વાંચો: સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિતે ટંકારા ખાતે 3 દિવસનો ઉત્સવ