Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અકસ્માત સર્જનાર કારનો નંબર જી જે 25 જે 4303 છે. આ નંબર અને સીસીટીવી ફોટોસના આધારે પોરબંદર પોલીસ કારના ચાલક સુધી પહોંચી શકે છે.

રાજ્યમાં ફરીથી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પોરબંદરમાં કારચાલક નબીરાઓ દ્વારા વધુ એક અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર શહેરમાં કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટમાં લીધા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મૃત્યુ થયું છે.

આ ગોઝારા અકસ્માત સર્જનાર ચાલક દારૂના નશામાં હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે આ અકસ્માત થાય બાદ ચાલક સહિત કારમાં બેઠેલ અન્ય લોકો પણ ડરીને ફરાર થઇ ગયા છે. હાલ આ બાબતે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરાર કાર ચાલકને શોધવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળેલ માહિતી પ્રમાણે, પોરબંદરના કર્લીના પુલ પર પૂરપાટ સ્પીડે આવતી કારે કાલે રાતે 9 થી 9.30 વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જયો છે. આ પૂરપાટ ઝડપે આવતી કાર દ્વારા ત્રણ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં એક ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનુ મૃત્યુ નીપજ્યુ છે. વાહનોને અડફેટે લેવાથી  કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માત સર્જનાર કારનો નંબર જી જે 25 જે 4303 નોંધાયો છે. આ નંબર અને સીસીટીવી પ્રમાણે પોરબંદર પોલીસ કારના ચાલક સુધી પહોંચી શકે છે.

આ અકસ્માત બાદ લોકોમાં ચર્ચાઓ ફેલાઇ રહી છે કે કારનો ચાલક એ દારૂના નશામાં હતો. જેના કારણે તેનો સ્પીડ પર કાબુ રહ્યો નહી. લોકોના જણાવ્યા અનુસાર કારમાં દારૂ સહિતની નશાની વસ્તુઓ પણ મળી આવી હતી.

હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા 

નોંધનીય વાત એ છે કે, પોરબંદર વેરાવળ હાઇવે પર પણ અન્ય એક હિટ એન્ડ રનની ઘટના બની. પૂર ઝડપે આવી રહેલ ટેન્કરે રાહદારીને ટક્કર માર. જેમાં રાહદારીનું મૃત્યુ થયું છે. રાહદારી એ સમાજના મહોત્સવમાં પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ આવી રહેલ ટેન્કરે રાહદારીને ટક્કર મારી. ટક્કર મારવાના લીધે રાહદારી રોડ પર ફસડાતાં ટેન્કરનું પાછલું પૈડું રાહદારીના માથા પર ફરી વળ્યું. જેના લીધે ઘટનાસ્થળે જ રાહદારીનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો : હવામાન વિભાગ દ્વારા માવઠાની કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં પડી શકે છે વરસાદ