Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરનો જોરદાર ઉત્સાહ અમદાવાદીઓમાં જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે શેરીઓ સજાવી છે. તેમાં અયોધ્યના શ્રી રામ મંદિરની થીમ પર શેરીઓમાં સજાવટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં રામની ભક્તિનો રંગ રંગાયો છે.

રામલલ્લાના સ્વાગત માટે શેરીઓમાં સજાવટ

ભગવાન શ્રી રામના સ્વાગત માટે શેરીઓમાં સજાવટ થઇ છે. મકાનો અને દુકાનો પર પેઇન્ટિંગ કરાયા છે. ત્યારે અમદાવાદ શહેર અયોધ્યા નગરી બની શોભી ઉઠ્યું છે. જેમાં દુકાનો, ઘર પર રામ ભકતોએ ભગવાન રામના પેન્ટીંગ બનાવ્યા છે. જેમાં અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહમાં છે. ત્યારે નારણપુરામાં શ્રીરામની વિશાળ શોભાયાત્રાનું આયોજન થયુ છે. તેમાં બાઇક રેલી સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી છે. બાળકો અને વડીલો તમામ શોભાયાત્રામાં જોડાયા છે.

150 રસોઈયા દ્વારા મહાપ્રસાદ તૈયાર કરવામાં આવશે

અયોધ્યા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના કાઉન્ડડાઉન બાકી છે. ત્યારે શેરીએ શેરીએ જય શ્રી રામની ગુંજ જોવા મળી છે. નારણપુરામાં વિશાળ શોભાયાત્રા નીકળી છે. ભગવાન શ્રી રામને આવકારવા સમગ્ર અમદાવાદ રામમય બન્યું છે. તેમાં અમદાવાદમાં આવેલ અયોધ્યા ધામમાં પણ ઉજવણી થઇ રહી છે. વસ્ત્રાલમાં આવેલ અયોધ્યાધામમાં મહાપ્રસાદનું આયોજન થયુ છે. જેમાં 2 લાખ જેટલા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આજથી અયોધ્યાધામમાં મહાપર્વનું મહારાસોડુ શરુ થયું છે. 150 રસોઈયા દ્વારા મહાપ્રસાદ તૈયાર કરવામાં આવશે. 1008 સ્વયંસેવકો મહાપ્રસાદની સેવામાં યોગદાન આપશે. લાખો ભક્તોને પૂરી, ફૂલવાડી, મોહનથાળ,શાક, દાળ અને ભાતનો પ્રસાદ આપવામાં આવશે. 

આ પણ વાંચો: કેશોદ શહેર બન્યું રામમય, દિવાળી જેવા માહોલ વચ્ચે શહેરીજનોમાં થનગનાટ