Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શિયાળાની શરૂઆત થતા જ બજારમાં આમળા મળી રહ્યાં છે. આમળાના રસનું જ્યુસ પીવાનું લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. અમદાવાદમાં નવરંગપુરામાં રામ કિશોરભાઇ છેલ્લા 40 વર્ષથી આમળાનું જ્યુસ કાઢી આપી રહ્યા છે. રોજ 3 થી 4 હજાર રૂપિયાની તેઓ કમાણી કરે છે.

શિયાળાની શરૂઆત થઇ છે. શિયાળામાં ઘણા બધા ફાળોનું આગમન થાય છે. આ ફળના સેવનથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. શિયાળામાં ઠંડીના મોસમમાં શરીરમાં ગરમાવો રહે તેથી લોકો કાવો પીતા હોય છે. તેમજ અનેક પ્રકારના ફળના જ્યુસ પણ પીતા હોય છે. તેમજ માત્ર શિયાળામાં આવે તેવા ફળના જ્યુસ બનાવી લેતા હોય છે. ત્યારે શિયાળામાં આમળા બજારમાં મળવા લાગે છે. લોકોને આમળાની અનેક વસ્તુઓ બનાવી તેનું સેવન કરતા હોય છે. અમદાવાદમાં રામ કિશોરભાઇ છેલ્લા 40 વર્ષથી આમળાનું જ્યુસ કાઢીને આપે છે.

અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમની સામે છેલ્લા 40 વર્ષથી રામ કિશોરભાઈ આમળાનો જ્યુસ કાઢીને આપે છે. તેમનું કહેવું છે કે, 40 વર્ષ પહેલા તેઓ અહીંયા આવ્યા હતા અને સૌ પ્રથમ આમળાનું જ્યુસ કાઢવાનું તેમણે ચાલુ કર્યું હતું. દિવાળી પછી આમળાનો જ્યુસ કાઢવા માટે બેસી જાવું છું. શરૂઆતમાં તો આ વ્યવસાયમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. હવે લોકો દૂર દૂરથી આ આમળાનું જ્યુસ કઢાવવા માટે અહી આવતા થયા છે.

રામ કિશોરભાઇએ જણાવ્યું  કે, આમળાનો રસ અત્યંત પૌષ્ટિક અને આખું વર્ષ સ્વસ્થ શરીર જાળવવામાં મદદ કરે છે. હળદર અને આદુની સાથે આમળાને ભેળવી તેનું જ્યુસ તૈયાર કરવામાં આવે છે. કિલો આમળાના રસની કિંમત માત્ર 15 રૂપિયા જ છે. રામ કિશોરભાઈ પહેલા દસ રૂપિયામાં આપતા હતા. પરંતુ હવે ભાવ વધારીને 15 રૂપિયા કરી દીધા છે. થોડો વધારો થયો છતાં પણ લોકો ઘણા વર્ષોથી તેમની પાસેથી જ આમળાનો રસ ખરીદે છે.

અસંખ્ય ગ્રાહકો છે જે લગભગ 20-25 વર્ષથી તેમની પાસેથી આમળાનો રસ ખરીદે છે. તેઓ શરૂઆતમાં તો તેમના વતનથી આવ્યા હતા અને તેમનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે તેમણે અસંખ્ય પડકારોનો પણ સામનો કર્યો હતો અને તેમની આર્થિક સ્થિતિ પણ નબળી હતી. પછી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતો ગયો. રોજના ત્રણથી ચાર હજાર રૂપિયાની તેઓ કમાણી કરે છે. જ્યારે પહેલા 20 કે 30 રૂપિયા જ તેઓ કમાતા હતા.

તેમની આસપાસના દુકાનના માલિકોએ પુષ્ટિ કરે છે કે, રામ કિશોરભાઈ 40 વર્ષથી આ આમળાનો વ્યવસાય ચલાવે છે. તેઓ આમળાનો રસ કાઢવામાં નિષ્ણાત થઈ ગયા છે. આમળાનો રસ બનાવવામાં તેમની કુશળતા અને કૌશલ્યની તુલના કોઈ કરી શકે તેમ નહીં. અનેક વ્યક્તિઓ જેઓ બોમ્બે અને દિલ્હી જેવા શહેરમાંથી ખાસ કરીને તેમની પાસે જ્યુસ કાઢવા માટે મુસાફરી કરે છે.

આ પણ વાંચો : દિવ્યાંગોનું જીવન સાર્થક કરનારને મળ્યો ખાસ એવોર્ડ, જાણો આવો છે ઉદ્દેશ્ય