Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાનની સરહદ પાસે આવેલા ખતરનાખ ભૂકંપથી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થાય

અફઘાનિસ્તાનમાં ફરી એક વાર આવ્યો ખતરનાખ ભૂકંપ

આ ભૂકંપમાં આશરે 2000 લોકોના મોત

ભૂકંપની તીવ્રતતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવમાં આવી

અફઘાનિસ્તાનમાં ભૂકંપ: અફઘાનિસ્તાનમાં ફરી એક વાર ભૂકંપના કારણે ભારી નુકશાન થયું છે.તાલિબાનના પ્રવક્તા મુજબ જાણવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા આ ભૂકંપથી આશરે 2000 લોકોના મોત થાય છે, અને તે જ ભૂકંપથી મોતના પ્રમાણમાં વધારે લોકો ઘાયલ થયા છે. વિગતો મુજબ જણાય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે.

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાનની સરહદ પાસે હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટરની દુરીએ ધરતીકંપને કારણે કેટલાક ગામોને ખૂબ વધારે પ્રમાણમાં નુકશાન થયું છે. ઘણી ઇમરતોને નુકશાન થયું છે અને કેટલાક લોકો હજી પણ કાટમાળમાં ફસાયેલા છે. ઓછામાં ઓછા ત્રણ ખતરનાક આંચકા લોકોએ અનુભવ કર્યા છે.જે લોકો આ ભૂકંપમાં બચી ગયા છે તેમના દ્વારા જાણવા મળ્યું છે કે ઓફિસની ઇમારતો પહેલા હલી ગઈ અને પછી તે અચાનક સરકી પડી હતી.

મૃત્યુઆંક જાણકારી કરતાં વધુ

દેશની માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે, હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક મૂળ અહેવાલમાં જણાવ્યા કરતાં વધુ છે. તાત્કાલિક મદદની વાત કરતાં તેમણે જણાવ્યું કે, લગભગ છ ગામો નાશ થાય છે અને સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયા છે. ત્યારબાદ એક અબડેટમાં પણ જાણવા મળ્યું છે કે, 465 ઘરો નાશ પામ્યા છે અને 135 અન્ય લોકોને નુકસાન થયું છે.

ત્રણ ત્રણ વાર ધ્રુજી ધરતી

ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહહમદ અબ્દુલ્લા જાને જણાવ્યું હતું કે, હેરાત પ્રાંતના ઝેંડા જાન જિલ્લાના ચાર ગામોને ભૂકંપ અને  આફ્ટરશોક્સથી સૌથી વધુ નુકશાન થયું છે. યુનાઇટે સ્ટેટસ જીઓલૉજીકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપ કેન્દ્ર હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. એ પછી ત્રણ ખૂબ જ ખતરનાખ આફ્ટરશોક્સ આવ્યા જેની તીવ્રતા 6.3,5.9 અને 5.5 હતી તેની સાથે ઓછા આફ્ટરશોક્સ પણ આવ્યા.

આ તરફ એક વ્યક્તિ કહે છે કે ઘર,ઓફિસ અને દુકાનો બધી ખાલી છે અને વધુ ભૂકંપ આવવાની શક્યતા છે. જ્યારે મને ભૂકંપનો આંચજકો આવ્યો ત્યારે હું અને મારા પરિવારના લોકો ઘરની અંદર હતા, ત્યારે મારો પરિવાર ચીસો પાડવા લાગ્યો અને ઘરની બહાર ભાગી ગયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, અફઘાન ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે 12 એમ્બ્યુલન્સ કાર ઝેંડા જાન માટે રવાના કરવામાં આવી હતી, અને હવે આરોગ્ય કર્મચારીની ટીમો હોસ્પિટલોની ઘાયલોની સારવાર કરવામાં અને વધારવાની જરૂરિયાતોનું મૂલ્યાંકનો કરવામાં મદદ કરી રહ્યું છે.

આ પણ વાંચો : ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી લાગ્યો આઘાત