Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈમરાન ખેડાવાલાએ NGN સાથેની ખાસ વાતચીત કરી હતી તેમ તેમણે જણાવ્યું કે, કોઈ પાર્ટીમાં હિંન્દુ -મુસ્લિમ માનવામાં આવતા નથી કેમ કે દરેક લોકો પોતાની પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય છે અને ભારતમાં બધા જ ધર્મ અને જાતિના લોકો સાથે મળીને કામ કરતા હોય છે. તેમણે કહ્યું હું મારા મતદાતાઓનો આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ રાખીને મને વિધાનસભામાં મોકલ્યો છે. ગુજરાત વિધાનસભામાં 17 MLA  છે તેમાં હું એકલો જ મુસ્લિમ MLA છું અને વાત હિન્દુ કે મુસ્લિમ MLA હોતી જ નથી, વાત પાર્ટીની વિચારધારાની હોય છે. જે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોવ છે તેની સાથે તમે જોડાઓ છો. જયારે કોગ્ર્રેંસ સરકાર દરેક ધર્મના અને જાતિના લોકોને સાથે લઈને ચાલે છે. જે લધુમતીના છે તે પણ જોડાયેલા હોય છે. મારી સાથે જયારે જમાલપુર વિધાનસભામાં કેન્ડિટે હતા તે મારા વિરોધમાં હતા જે જમાલપુરનો મોટો ચેહરો હતો. જે ભૂષ્ણ ભટ્ટ બીજેપીના MLA હતા. પહેલાથી 3  MLA  હતા પણ પ્રજાને એવું હતું કે 5 વર્ષમાં અમારા કામ કરે તેવા નેતાને લાવવા છે એટલે તેમને મારા જેવા નેતા પર વિશ્વાસ મુક્યો. હું જયારે વોર્ટ માગવા જતો હતો ત્યારે તે લોકો સામેથી કહેતા હતા કે અમે તમને જ વોર્ટ આપીશું.

બિલકિસ બાનું કેસમાં શા વિધાનસભામાં કાળા કપડા પહેરીને આવ્યા

તેમણે જણાવ્યું કે, વિધાનસભામાં જયારે અમે આંદોલન કર્યું ત્યારે બિલકિસ બાનુંના ગુનેગારોને જે રીતે સરકાર દ્રારા છોડવામાં આવ્યા. ત્યાારે અમે લોકોએ વિધાનસભામાં આંદોલન કર્યું હતું. જેમાં સુપ્રિમ કોર્ટએ પણ સરકારને પ્રશ્નો પૂછયા હતા કે ગુનેગારોને તેમને કયા આધાર ઉપર છોડવામાં આવ્યા છે. જેના લીધે અમે લોકોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે લોકો ગુનો કરે છે તેમને તો સરકાર છોડી મુકે છે. જેથી ગુનેગારોના ગુના વધી જાય છે. અને આવા લોકોને કાયદાનો ડર લાગતો નથી. જેમાં અમે લોકો આંદોલન કરતા હતા અને જયારે વિરોધ પક્ષની ફરજ છે કે સરકાર જો ખોટુ કામ કરે છે ત્યારે તેનો વિરોધ પક્ષ તેનો વિરોધ કરે છે.

10 ટકાની કોમ્યુનિટીમાં એક જ MLA

નેતાજીએ કહ્યું કે, ગુજરાતમાં 70 લાખ લધુમતીની સંખ્યા છે. જેમાં ફકત એક જ MLA છે જે વોર્ટની ફાડવણી થાય છે તેના લીધે જ વધારે અસર થાય છે. જમાલપુર ખાડિયાના લોકોએ સમજદારીથી કામ કર્યું અને એકતા સાથે મને જીત અપાવી.  તેમને આખા ભારતમાં એક મિશાલ આપી કે યુનિટી સાથે કેવી રીતે જીત મેળવી શકીયે છે. જયારે આ પરિણામ પછી કર્ણાટકના ઇલેક્શનમાં જે રીતે લોકોએ વોર્ટ આપ્યો છે ત્યા પણ કોગ્રેંસની સરકાર બની છે. ત્યા 8થી 9 MLA  જીતીયા છે. જેમાં કેબિનેટમાં પણ છે અને અધ્યક્ષ પણ બન્યા છે. જેનાથી  લોકોમાં એક મેસેજ જાય છે કે એકતા હશે તો જીત મળશે. આ મને મારા ઇલેક્શનના રીઝલ્ટ પછી ખબર પડી અને લોકોને પોતાના વોર્ટની કિંમત સમજાય છે કે અમારે પાર્ટીને લાવવી છે તેને લાવી શકીએ છે. જે પાર્ટી જીતે છે તેને ખબર પડે છે આપણે આપણા સંવિધાનને ધ્યાનમાં લઈને જ કામ કરવાનું હોય છે. કોઈપણ પાર્ટી હોય તેને સંવિધાનને ધ્યાનમાં લઈને જ કામ કરવાનું હોય છે. અત્યારે હું જનતાની વચ્ચે જઉ છું ત્યારે જનતા કહે છે કે અમને કોગ્રેંસની વિચારધારા ગમે છે જે દરેક સમાજને અને ધર્મને જોડે છે. કોગ્રેંસ કોઈ ધર્મની રાજનીતિ નથી કરતું. અમે કામની રાજનીતિ કરીએ છે.

 

ઇમરાન ખેડાવાલા રાજનીતિમાં કેવી રીતે આવ્યા

ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, હું સમાજ સેવાથી જોડાયેલો વ્યકિત છું મને લોકોની સેવા કરવી ગમે છે. જયારે નેતાઓનું કામ કરતો હતો ત્યારથી મને ઇચ્છા હતી કે હું પણ ઇલેક્શન લડું અને લોકોએ મારા પર ભરોસો પણ રાખ્યો. હું જે પણ પાર્ટીથી  લડીયો છું તેની અંદર મને ચોક્કસ જીત મળી છે. મરૂ એહમદ હિન્દુસ્તાનની એવી વ્યકિત છે જેના જેવું કોઈ બની શકે એવું નથી. ગુજરાતમાંથી દિલ્લી ગયા ત્યારે તેમને કોઈ હોદ્દો લીધો ન હતો અને સરકારના કામો કરતા હતા. મારે દરેક ભારતીયોની સેવા કરવાની છે. 142 ધારાસભ્યમાં ગુજરાતની જે સાડા સાત કરોડની જે પ્રજા છે તેનું ધ્યાન રાખવાનું છે અને તેમનું કામ કરવાનું છે. જનતાની જે પણ સમસ્યાઓ હશે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના સુધી દરેક યોજનાઓ પહોંચે તેનું ધ્યાન રાખીયે છે.

ઇમરાન ખેડાવાલા અમિત શાહને શા માટે મળ્યા ?

દરેક પાર્ટી પોતાની વિચારધારા ઉપર લડતી હોય છે. એકવાર દિવાળીના સમયમાં  હું તેમને મળવા માટે ગયો હતો. જેમાં ગુજરાતમાં સૌથી મોટો તહેવાર દિવાળી જ ગણાય છે. જેમાં નવું વર્ષ હોય છે ત્યારે હું અમિત શાહને મળવા માટે ગયો. તેમાં એવું છે કે દરેક પાર્ટીના લોકો સાથે સબંધ હોય જ છે એટલે મળવાનું હોય છે તેમાં એવું નથી કે કોઈ નેતા બીજી પાર્ટીના નેતા ને મળી શકે.

ઇમરાન ખેડાવાલાની યોજના

મારે MLAને અત્યારે એક વર્ષ થયું છે હજી તો મારે 4 વર્ષ બાકી છે મારે જનતાની સેવા કરવી છે મારે નેતા બનવું જ નથી મારે તો કાર્યકર્તા બનવું છે. આજે હું રસ્તામાં જાવ છું ત્યારે લોકો મને રસ્તામાં રોકીને પણ તેમની સમસ્યાઓ કહેતા હોય છે. ત્યારે આવી રીતે જ લોકો સાથે કામ કરવું છે. મારી સાથે જનતાનો પ્રેમ છે. હું જયારે બેહરામપુરા ,જમાપુરા,રાંયપુર જે મારા વિધાનસભાના ક્ષેત્રમાં જવ છું ત્યારે લોકો સાથે મારો સારો એવો સંપર્ક છે અને મારા દરેક કાર્યકર્તાના નામ પણ મને યાદ છે. રાજકારણમાં હોદ્દાઓ ફિક્સ હોતા નથી અને મારે તો જનતાની સેવા કરવી છે. દરેકને પ્રેમ આપો અને પ્રેમ ફેલાવતા રહો તેવું જ મારુ માનવું છે. 

આ પણ વાંચો : કિરીટ પટેલની NGN સાથે ખાસ મુલાકાત