Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વર્ષ 2024માં પાકિસ્તાનમાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે પૂર્વે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. ઇમરાન ખાન બે બેઠકો પર ઉમેદવારી કરવા જઇ રહ્યા છે, જોકે આ નિર્ણયને પાકિસ્તાનના ચૂંટણી પંચે નકારી દીધો છે.

ઇમરાન ખાને લાહોર અને મીઆનવાલી એમ બે બેઠકો પર ઉમેદવારીપત્ર ભર્યા હતા. જો કે પાકિસ્તાનના ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે આ ઉમેદવારીપત્રોને નકારી દીધા છે. તોશખાના કેસમાં ઇમરાન ખાનને દોષી ઠેરવવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષ દ્વારા ઇમરાન ખાનની ઉમેદવારી સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઇમરાન ખાનને દોષી ઠેરવવાના આદેશને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી દીધો છે. જો કે તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને હજુ પલટાવવામાં આવ્યો નથી. 

પાકિસ્તાનમાં ઇમરાન ખાનનું કદ વેતરવા માટે વર્તમાન સરકાર પ્રયાસો કરી રહી છે. એવામાં હવે તેમના ઉમેદવારીપત્રને જ નકારી દેવામાં આવતા વિરોધી પક્ષ પીટીઆઇના સમર્થકો અને નેતાઓમાં રોષ વધી રહ્યો છે. 

આઠમી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને પગલે ઇમરાન ખાને આ ઉમેદવારીપત્ર ભર્યા હતા. હવે જ્યારે તેમના નામની બાદબાકી કરી દેવામાં આવી છે ત્યારે ઇમરાન ખાન પોતાના સમર્થક નેતાને આગળ કરે તેવી શક્યતાઓ પણ છે.

આ પણ વાંચો: કિમ જોંગની શસ્ત્રોની વધી ભૂખ, દુનિયા માટે નવી મુશ્કેલી, જાણો ઉત્તર કોરિયાનો નવા વર્ષનો પ્લાન