Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરાનો છાણી બ્રિજ 8 દિવસ માટે બંધ કરાશે. જેમાં બુલેટ ટ્રેનની કામગીરીને લઈ છાણી બ્રિજ બંધ કરાશે. છાણી બ્રિજ 5 થી 12 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. તેમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે ગડર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ફર્ટિલાઇઝરથી છાણી તરફ જતા વાહનોને ડાયવર્ઝન અપાયું

ફર્ટિલાઇઝરથી છાણી તરફ જતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે. તેમજ દુમાડ ચોકડી થઈ વડોદરા શહેરમાં પ્રવેશી શકશે. હાલ અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ આજથી મણિનગરમાં રેલવે ક્રોસિંગ પાસેના બંને તરફના માર્ગો 12 દિવસ સુધી બંધ કરવામાં આવનાર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના સાબરમતીથી વટવા સુધી સેગમેન્ટ અને પાઇલોટિંગ લગાવવાની કામગીરી અંતર્ગત મણિનગર રેલ્વે ક્રોસિંગ ફાટક પાસે ટ્રેકના કામકાજને લઈ આજથી એટલે કે 24 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ક્રોસિંગ પાસેનો બંને તરફનો રસ્તો બંધ રાખવા ટ્રાફિક ડિવિઝન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી આગળ જઈ શકશે

વાહન ચાલકો કાંકરીયા શાહઆલમ જવાહર ચોક ચાર રસ્તા તરફથી મણિનગર રેલવે ક્રોસિંગ તરફ આવતા એલજી હોસ્પિટલથી ઝગડીયા બ્રિજ ત્યાંથી આવકાર હોલ જઈ શકશે અને ત્યાંથી ગુરુજી બ્રિજ થઈને જશોદાનગર ચાર રસ્તા હાટકેશ્વર તરફ જઈ શકશે. તે દરમિયાન ટુ-વ્હીલ અને થ્રી-વ્હીલ ચાલકો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી આગળ જઈ શકશે. તેમજ જશોદાનગર, હરીપુરા, હાટકેશ્વર અને અનુપમ સિનેમા તરફથી આવતા વાહન ચાલકો ઝગડીયા બ્રિજ, ગુરુજી બ્રિજનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન ટુ-વ્હીલ અને થ્રી-વ્હીલ ચાલકો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી આગળ જઈ શકશે.

આ પણ વાંચો: સુરતના નવા વિસ્તારો પુણા અને પાલમાં 14 કરોડના ખર્ચે નવી 2 સુમન સ્કૂલ બનશે