Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઉત્તરાયણની એક વર્ષથી રાહ જોઈ રહેલાં પતંગ રિસયાઓમાં ખુશીના સમાચાર આવી રહ્યાં છે. આવતીકાલે ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનની ચિંતા કરવાની જરુર નથી. કારણ કે હવામાન વિભાગે પવન અંગે જણાવ્યું છે કે, ઉત્તરાયણ પર ગુજરાતમાં 15થી 20 કિમી પવનની ગતિ રહેશે.

અમદાવાદમાં પવનની ગતિ કેવી રહેશે?

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે અમદાવાદ શહેરમાં 6થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તરાયણમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે. જેથી કરીને પતંગ રસિયાઓને ચિંતા કર્યા વગર આ તહેવારની મજા માણવા મળી શકશે.

કચ્છમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નીચે જશે

ગુજરાતમાં ઉત્તર પૂર્વીય તરફથી પવનની ગતિ રહેશે. તેમજ વાસી ઉત્તરાયણના દિવસે એટલે 15મી જાન્યુઆરીના રોજ પણ પવનની ગતિ સારી હશે અને આ શિયાળામાં પહેલી વાર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવતીકાલે કોલ્ડવેવની આગાહી કરી છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

અંબાલાલે શું કહ્યું હવામાન વિશે

આ સિવાય હવામાન નિશાંત અંબાલાલે ઉત્તરાયણ દરમિયાન માવઠા અને ઠંડીની શું સ્થિતિ રહેશે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે પવનની ગતિ 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની અને તો ક્યાંક 15થી 17 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલ જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ રહેશે તેવું અંબાલાલે વ્યક્ત કરી છે.

આંચકાના પવન રહેશે

આંચકાના પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગરના પતંગ રસિયાઓને પણ નિરાશ થવું પડી શકે છે. આંચકાનો પવન એટલે કે અચાનક પવનની ગતિ વધી જતી હોય છે અને તેવામાં પતંગ ચગાવવામાં તકલીફ પડી શકે છે. તેથી વધુમાં હવામાન નિષ્ણાત જણાવે કે, મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 10થી 12 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેવાની શક્યતાઓ પણ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ 10થી 12 કિ.મી. કે તેથી વધારે પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે. ક્યારેક પવનની ગતિ 15 કિ.મી. પણ રહી શકે છે. કચ્છમાં પવનની ગતિ 15 કિ.મી કરતા ઉપર રહેવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં 15થી 17 કિ.મીની પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: નડિયાદ પાલિકાના 400 કાયમી, કરાર આધારિત કર્મચારીઓ પગારથી વંચિત થયા