Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કેદી લાંબો સમય જેલમાં રહે છે, તે ગાળામાં બહારની દુનિયામાં અનેક પરિવર્તન આવતા હોય છે - હાઈકોર્ટ

હાઈકોર્ટનો ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળને નિર્દેશ, સરકારી યોજનાની માહિતી અને રોજગાર સંબંધી જાણકારી આપવા શિબિર યોજો

કેદીઓને સરકારની યોજનાની માહિતી અને રોજગારની માહિતી હોવી જરૂરી

લાંબો સમય જેલમાં સજા પામીને બહાર આવનાર કેદીઓના પુનઃવસન અને સમાજમાં પુનઃસ્થાન માટે ચિંતા વ્યકત કરતાં એક મહત્ત્વના આદેશમાં ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળને આવા લોકો માટે સરકારી યોજનાની માહિતી અને રોજગાર સબંધી જાણકારી ઉપલબ્ધ બનાવવા માટે સમયાંતરે શિબિર યોજવા સહિતના નિર્દેશો આપ્યા છે. સરકારની વિવિધ યોજનાઓનવા સ્ટાર્ટઅપ્સ અને નોકરી વિષયક બાબતે આવા લોકોને તમામ માહિતી ઉપલબ્ધ બનાવી તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં સક્રિય ભૂમિકા ભજવવા પણ હાઇકોર્ટે કાનૂની સેવા સત્તામંડળને જણાવ્યું હતું.

હત્યા કેસમાં જન્મટીપની સજા પામેલા એક આરોપી કે જેણે જેલમાં ૧૩ વર્ષત્રણ મહિના અને ૨૬ દિવસની સજા કાપી લીધી હતીતેની અપીલ અંશત મંજૂર રાખતાં ચુકાદા મારફતે હાઇકોર્ટે આરોપીએ જેલની જેટલી સજા ભોગવી તેને માન્ય રાખી બાકીની સજા ભોગવવામાંથી મુક્તિ આપી હતી. હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા ટકોર કરેલી કે, લાંબો સમય જેલમાં રહ્યા બાદ સમાજમાં વ્યકિત જયારે જેલમાંથી બહાર આવે ત્યારે સમાજના બહારના સંજોગો બદલાઇ ગયા હોયજેથી જેલવાસ દરમ્યાન તેને બહારની કોઇ માહિતી કે જાણકારી નહી હોવાથી તે પોતાના પુનઃવસન કે પુનઃસ્થાપન કે રોજગારી વિષયક બાબતમાં અજાણ રહેતો હોય છે.

હાઇકોર્ટે જણાવ્યું કેઆવા કોઇ આરોપી ૧૩ વર્ષ સુધી જેલમાં રહી સજા કાપી બહાર આવે ત્યારે સમાજમાં બધુ બદલાઇ ગયુ હોય છે. ખાસ કરીને તેને રોજગારી કે સરકારી યોજના વિશેની કોઇ માહિતી હોતી નથી. જેના કારણે તે પોતે પગભર થઇ આવક મેળવી શકે તેવા બહુ ઓછી શકયતાઓ હોય છે ત્યારે આવા સમયે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળે આવા લોકોની મદદ માટે આગળ આવવુ જોઇએ અને સમયાંતરે જરૂરી કેમ્પ યોજી અને તેઓને રોજગારનોકરી કે સરકારી યોજનાઓ સહિતની સંબંધિત માહિતીથી તેમને વાકેફ કરી સમાજમાં તેમનું પુનઃવસન અને પુનઃસ્થાપન કરાવવું જોઇએ.

હાઇકોર્ટે રજીસ્ટ્રીને આદેશ કર્યો છે કે, આ આદેશની નકલ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળને પણ મોકલી આપો. 

આ પણ વાંચો : સ્પોર્ટ્સ સ્કુલના ડાયરેક્ટરના મનસ્વી નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો