Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટના જસ્ટિસ વી. એમ. પંચોલીની પટણા હાઈકોર્ટના જસ્ટિસ તરીકે બદલી

કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ અંગે જાહેરનામું પણ બહાર પાડેલુ

૧-૧૦-૨૦૧૪ના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક થઈ હતી

વર્ષ ૧૯૯૧માં વકીલાતની સનદ મેળવી એડવોકેટ તરીકે હાઈકોર્ટમાં પ્રેકટીસ શરૂ કરી હતી 

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વી. એમ. પંચોલીની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સાથે સલાહ મસલત બાદ બંધારણની કલમ-૨૨૨ની અનુચ્છેદ(૧) અન્વયે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વિપુલ એમ.પંચોલની પટણા હાઇકોર્ટના જસ્ટિસ તરીકે બદલી કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ અંગે જાહેરનામું પણ બહાર પાડેલુ છે.

જસ્ટિસ વી. એમ. પંચોલી તા.૧-૧૦-૨૦૧૪ના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક થઈ હતી. જસ્ટિસ વી. એમ. પંચોલીએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવેલી છે અને સર એલ.એ.શાહ લો કોલેજમાંથી માસ્ટર ઓફ લોની ડિગ્રી હાંસલ કરેલી. તેમણે વર્ષ ૧૯૯૧માં વકીલાતની સનદ મેળવી એડવોકેટ તરીકે હાઈકોર્ટમાં પ્રેકટીસ શરૂ કરેલી. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2006 સુધી મદદનીશ સરકારી વકીલ અને અધિક સરકારી વકીલ તરીકે ફરજ નિભાવેલી. તેમણે વર્ષો સુધી સર એલ. એ. શાહ લો કોલેજમાં વિઝિટીંગ લો ફેકલ્ટી તરીકે પણ સેવાઓ આપી હતી. તેમણે ક્રિમીનલ લો, સિવિલ લો, પ્રોપર્ટી લો, સર્વિસ લો, ફેમિલી લો, બેંકીંગ લો સહિતના કેસો ચલાવ્યા હતા.

આ પણ વાંચો : લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના કેસમાં પ્રેમીની ફરિયાદ કરવાની અરજી હાઈકોર્ટે સ્વીકારી