Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટે એનઆઈડીની ઝાટકણી કાઢી

એનઆઈડીનુ આ વલણ અયોગ્ય

અમદાવાદ: વિદ્યાર્થિની પ્રવેશ માટે મેરિટમાં આવતી હોવા છતાં તેનો પ્રવેશ રદ કરવાના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (NID)ના નિર્ણય સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે એનઆઈડી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાઈકોર્ટે એનઆઈડીને નિર્દેશ આપ્યો છે કે, વિદ્યાર્થિનીને પ્રવેશ માટે ફાળવેલી બેઠક ખાલી રાખવામાં આવે.

હાઈકોર્ટે એનઆઈડી (National Institute Of Design)ની ઝાટકણી કાઢતા કહેલુ કે વિદ્યાર્થિનીની જૂની શૈક્ષણિક સંસ્થા દ્વારા ચોક્કસ ફોર્મેટમાં સર્ટિફિકેટ ઈસ્યુ કરેલ નહીં હોવાનુ કારણ આપીને મેરિટમાં આવતા ઉમેદવારનો પ્રવેશ રદ કેવી રીતે કરાયો? સર્ટિફિકેટના ફોર્મેટ અંગે શરતો નક્કી અંગે એનઆઈડી પાસે કોઈ સત્તા નથી. એનઆઈડી દિલ્હી યુનિવર્સિટીને ચોક્કસ તારીખ સાથેના ફોર્મેટમાં સર્ટિફિકેટ ઈસ્યુ કરવા માટે ફરજ પાડી ન શકે.

કેસની વિગત જોઈએ તો, અરજદાર વિદ્યાર્થિનીએ માસ્ટર ઓફ ડિઝાઈનના કોર્સમાં અમદાવાદ સ્થિત એનઆઈડીમાં પ્રવેશ માટે અરજી કરેલી. જેમાં, પ્રવેશ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેણીએ જનરલ કેટેગરીમાં પાંચમો નંબર મેળવેલો. આ પછી, એનઆઈડીએ તેણીને ઈ-મેઈલ કરીને તેની પાસેથી યુનિવર્સિટીના અધિકૃત લેટરહેડ પર સ્વ બાંહેધરી અને એક પત્ર રજૂ કરવા કહેલુ. આ પત્રમાં તેણીએ પાસ કરેલી અંતિમ પરીક્ષામાં જે પરિણામ મેળવેલુ છે, તે દર્શાવવા કહેલુ. આ પછી, દિલ્હી યુનિવર્સિટીએ એનઆઈડીને અનુલક્ષીને વિદ્યાર્થિનીના અભ્યાસ સંદર્ભનુ સર્ટિફિકેટ ઈસ્યુ કરેલુ. જેમાં, યુનિવર્સિટીએ એવો ઉલ્લેખ કર્યો ન હતો કે અંતિમ વર્ષનુ પરિણામ 30 જૂને જાહેર થશે. આ બાબતને લઈને એનઆઈડીએ અરજદાર વિદ્યાર્થિનીનો પ્રવેશ રદ કરેલો અને જણાવેલુ કે તેણીએ નિયત ફોર્મેટમાં સર્ટિફિકેટ રજૂ કર્યું નથી. આ પછી, દિલ્હી યુનિવર્સિટીએ ચોક્કસ ફોર્મેટમાં સર્ટિફિકેટ ઈસ્યુ કરેલુ. જો કે, એનઆઈડીએ તેને વિચારણામાં લેવાની ના પાડી દીધી હતી. જેથી, વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે.