Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- મામલતદારની કાર્યવાહી સામે હાઈકોર્ટે આપ્યો વચગાળાનો સ્ટે

- મામલતદારે અરજદારને નોટિસ પાઠવેલી કે તેમના ઘર સરકારી પડતર જમીન પર

મામલતદારની નોટિસ સામે કરાયેલી અરજીમાં ઘાટલોડિયામાં જનતાનગર ક્રોસિંગ પાસે રહેતા 40 જેટલા ઝુંપડાવાસીઓને હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે આ ઝુંપડાઓને તોડી પાડવા સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે. હાઈકોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે મામલતદાર સમક્ષ તેઓ રજૂઆત કરે.

સુનાવણી દરમિયાન, સરકારી વકીલની રજૂઆત હતી કે અરજદાર સામે મામલતદારે શરૂ કરેલી કાર્યવાહી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તેમની સામે કોઈ પગલા લેવાશે નહીં. મામલતદાર સમક્ષ અરજદારના જવાબ બાદ તેઓ કાયદા મુજબ કાર્યવાહી કરશે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે થોડા દિવસ પહેલા મામલતદારે અરજદારોને નોટિસ આપેલી કે તેમના મકાન સરકારી પડતર જમીન પર આવેલા છે. જેથી, તેમને ડર છે કે તંત્ર દ્વારા તેમના મકાન તોડી પડાશે. આ જગ્યા પર તેઓ વર્ષ 1982થી વસવાટ કરે છે. તેમની પાસે તમામ પ્રકારના પુરાવા અને લાઈટ બિલ પણ છે. જેથી, મામલતદારની કાર્યવાહી સામે રોક લગાવો.