Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- યુવતી પુખ્તવયની, તેણી એ લગ્ન કર્યા છે તેનુ કોઈ અપહરણ થયુ નથી - હાઈકોર્ટ

- માતાએ દિકરીની કસ્ટડી મેળવવા માટે અરજી કરેલી

Ahmedabad: હિન્દુ ધર્મ અપનાવનાર મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનાર હિન્દુ યુવતીની માતાએ તેણીની કસ્ટડી મેળવવા માટે કરેલી હેબિયસ કોર્પસની અરજીને હાઈકોર્ટની ખંડપીઠે નકારી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે યુવતી પુખ્ત વયની છે અને તેણે લગ્ન કર્યા છે. તેના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેણીને કોઈએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી નથી કે કોઈએ તેણીનુ અપહરણ કર્યુ નથી. આ દંપતિએ પોલીસ રક્ષણ માટે કરેલી અરજીને પણ હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

અરજદાર માતાના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે એપ્રિલ માસથી તેણીની દિકરી લાપતા છે. થોડા દિવસો પહેલા તેના ઘરે એક કવર આવેલુ જેમાં યુવતીના લગ્ન સંબંધિત પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજ છે. જેમાં મુસ્લિમ યુવકે લગ્ન માટે હિન્દુ ધર્મ અપનાવેલો છે. જે અંગે આર્યસમાજ વૈદિક સંસ્કાર ટ્રસ્ટ-દિલ્હીનુ પ્રમાણપત્ર છે. અરજદારની દિકરીનુ અપહરણ કરાયુ છે અને તેણે પરાણે ગોંધી રાખવામાં આવેલી છે. અરજદારની દિકરી પર જીવનુ જોખમ હોવાની પણ આશંકા છે. જેથી, તેની દિકરીનો કબજો તેણીને પરત આપવામાં આવે.