Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને છ માસ માટે પાસપોર્ટ સુપરત કરવામાં આવે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીના વકીલની રજૂઆત હતી કે તેના પરિવારના સભ્ય વિદેશમાં રહે છે અને તેમને મળવા માટે જવાનુ હોવાથી તેમને પાસપોર્ટ આપવામાં આવે. અરજદાર દ્વારા તમામ શરતોનુ પાલન કરવામાં આવી રહ્યું છે. તેમના બાળકો વિદેશમાં રહે છે, જેથી તેમને મળવા જવાનુ છે.

બીજી તરફ, રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે અરજદાર પર ગંભીર પ્રકારના આરોપ છે, તેમની સામેના કેસની ટ્રાયલ નજીકના સમયમાં જ શરૂ થવાની છે.

મહત્વનુ છે કે, સાગરદાણ અને કર્મચારી બોનસ કૌભાંડના કેસમાં આરોપી એવા વિપુલ ચૌધરીને નીચલી અદાલતે વર્ષ 2020માં જામીન આપેલા છે. આ સમયે, નીચલી અદાલતે વિપુલ ચૌધરીનો પાસપોર્ટ કસ્ટડીમાં લીધેલો. વર્ષ 2021માં વિપુલ ચૌધરીને પાસપોર્ટ મેળવવા માટે નીચલી અદાલતમાં અરજી કરેલી. જેને ફગાવી દેવાઈ હતી.