Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શું પોલીસે લોકોને જાહેરમાં માર્યા છે ખરા? - હાઈકોર્ટ

માતર તાલુકામાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોને જાહેરમાં મારવાનો મામલો- હાઈકોર્ટનો પોલીસને સવાલ ક્યો કાયદો તમને આ મંજૂરી આપે છે, તે જણાવો

નવરાત્રિ સમયે ગત વર્ષે પત્થરમારાની ઘટના બનેલી, ત્યારે શંકાસ્પદ લોકોને પોલીસે જાહેરમાં મારેલા

પોલીસ દ્વારા જાહેરમાં મારવાની આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલો

પોલીસના વલણ સામે હાઈકોર્ટમાં તેમની સામે કન્ટેમ્પ્ટની અરજી કરાયેલી છે

ખેડા જિલ્લાના માતર તાલુકામાં ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન પત્થરમારો કરવાના કેસમાં અટકાયત કરાયેલા શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા જાહેરમાં મારવાના કેસમાં પોલીસ સામે થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે પોલીસ તેમને એ જણાવે કે લોકોને જાહેરમાં મારવાની ઘટના ખરેખર બની છે કે નહી ?  જો આ ઘટના બની છે, તો પછી એ જણાવો કે, દેશનો ક્યો કાયદો પોલીસને આ પ્રકારની કાર્યવાહી (આરોપીને મારવાની) કરવાની મંજૂરી આપો છો. આ કેસની વઘુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

કેસની વિગત જોઈએ તો, ગત વર્ષે નવરાત્રિ દરમિયાન, માતર તાલુકાના એક ગામમાં નવરાત્રિ દરમિયાન પત્થરમારાની ઘટના બની હતી. આ ઘટના પછી સ્થાનિક પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરેલી. આ સમયે, પોલીસે તેમને જાહેરમાં થાંભલા પાસે હાથ પકડીને માર મારેલો. આ ઘટનાનો વિડીયો પણ ઉતારેલો. જે વિડીયો સોશિયલ મિડીયામાં પણ વાઈરલ થયેલો. પોલીસ દ્વારા આ શંકાસ્પદ લોકોને જાહેરમાં મારવાની આ ઘટના સામે હાઈકોર્ટે પોલીસ સામે કન્ટેમ્પ્ટની અરજી કરાયેલી છે. જેમાં, હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવેલી છે.