Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ડ્રગ્સ સામેનુ આ અભિયાસ ગુજરાત પોલીસ ચાલુ રાખે - હાઈકોર્ટ

- ડ્રગ્સની હેરાફેરી અને વેચાણમાં બાળકોના ઉપયોગનો મામલો- હાઈકોર્ટમાં સરકારનો જવાબ આ પ્રશ્નને ડામવા કડક હાથે કામગીરી કરાઈ રહી છે

- ડ્રગ્સની બદીને ડામવા લોકોમાં અનેક જાગૃતતા કાર્યક્રમો કર્યા - સરકાર

રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ માટે બાળકોના ઉપયોગના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. આ પછી, હાઈકોર્ટે આ પીઆઈએલનો નિકાલ કર્યો છે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે આશા રાખીએ છીએ ડ્રગ્સ સામેનુ આ અભિયાસ ગુજરાત પોલીસ ચાલુ રાખશે. સરકારે તેના જવાબમાં જણાવ્યું છે કે, ડ્રગ્સની બદીને ડામવા માટે સરકાર અને પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરાઈ રહી છે, લોકોમાં જાગૃતતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

સરકારની રજૂઆત હતી કે ડ્રગ્સના દુષણને ડામવા અને તે માટે જવાબદાર લોકો સામે પગલા લેવા માટે પોલીસ કમિશનર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવેલા છે. આ ઉપરાંત, એનજીઓ દ્વારા પણ આ બદીને ડામવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ બાબતને લઈને લોકોમાં જાગૃતતા કેળવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ડ્રગ્સની બદીને ડામવા અને ડ્રગ્સના વેચાણમાં બાળકોના ઉપયોગ સામે કડક હાથે કામગીરી કરાઈ રહી છે. જેમાં, વર્ષ 2020થી વર્ષ 2023 સુધીમાં 177 કેસ નોંધ્યા છે અને 251ની ધરપકડ કરાયેલી છે. જેમાં, પાંચ બાળ આરોપીઓ પણ છે. આ ઉપરાંત, દરોડા, જપ્તી અને દંડની કાર્યવાહી પણ કરાઇ છે. લોકોમાં જાગૃતતા આવે તે માટે અંદાજે 145 જેટલા કાર્યક્રમો કરાયા છે. શાળા-કોલેજ આસપાસ તમાકુ, નશાકારક પદાર્થના વેચાણ સામે રોક લગાવાઈ છે.