Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ભૂતકાળમાં હાઈકોર્ટના સિંગલ જજે અરજી ફગાવીને અરજદારોને રૂ. 25-25નો દંડ ફટકારેલો

- આ વેચાણનો પાડોશીઓ વિરોધ કરી રહ્યા છે

અશાંત ધારા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, મકાનની ખરીદ વેચાણની પ્રક્રિયામાં અશાંત ધારા હેઠળની પરવાનગીને પડકારવાનો પાડોશીઓ કે ત્રાહિત પક્ષને અધિકાર નથી. વડોદરામાં અશાંત ધારા વિસ્તારમાં હિન્દુ સમુદાયના વ્યકિતની દુકાન મુસ્લિમ વ્યકિતએ ખરીદવાના નિર્ણયને સિંગલ જજે યથાવત રાખતા તેની સામે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ અપીલ થયેલી. જેને ફગાવી દેવામાં આવી છે અને હાઈકોર્ટના સિંગલ જજના આદેશને યથાવત રાખ્યો છે. ભૂતકાળમાં હાઈકોર્ટે અરજદારોને રૂ. 25-25નો દંડ પણ ફટકારેલો. આ સમયે, અરજદારે વધુ રજૂઆત કરતા હાઈકોર્ટે દંડને બમણો કરવાની ચિમકી આપેલી. હાઈકોર્ટે કહેલુ કે, અરજદારો દૂધમાં અને દહીંમાં પગ રાખી શકે નહી અને તેઓ વિરોધાભાસી વલણ દાખવી રહ્યા છે. વર્ષ 2016માં મિલકતની ટ્રાન્સફર બાબતની કાર્યવાહીમાં તેમણે હકારાત્મક અભિપ્રાય આપેલો અને હવે તેઓ આ બાબતનો સંજોગોને જવાબદાર ઠેરવીને નકારાત્મક અભિપ્રાય આપે છે. મિલકતની તબદિલીની તરફેણમાં સહી કર્યા બાદ છ વર્ષે કેમ તેઓ તેમનુ વલણ બદલી રહ્યા છે, તે અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. અરજદારોએ કોર્ટનો સમય બગાડ્યો છે.

કેસની વિગત જોઈએ તો, વડોદરામાં એક અશાંત ધારા હેઠળ આવતા વિસ્તારમાં હિન્દુ સમુદાયના વ્યક્તિની દુકાન મુસ્લિમ વ્યક્તિને વેચવામાં આવેલી. આ પછી, ખરીદનાર દસ્તાવેજની નોંધણી માટે સ્થાનિક સબ રજીસ્ટ્રારની ઓફિસમાં અરજી કરેલી ત્યારે તેમણે ખરીદનાર નોંધણી કરવા અંગે અસંમતિ દર્શાવેલી. તેમણે કારણ આપેલુ કે આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોવાથી ખરીદનારે ડેપ્યુટી કલેક્ટર પાસેથી જરૂરી મંજૂરી મેળવી નથી. આ અંગે ખરીદનારે કલેક્ટર સમક્ષ અરજી કરી તો તેમણે ડેપ્યુટી કલેક્ટરની મંજૂરી લાવવા માટે કહેલુ. જેથી, ખરીદનારે આ અરજી કરી તો, ડેપ્યુટી કલેક્ટરે પોલીસ પાસે અહેવાલ માગેલો. જેમાં, પોલીસે અહેવાલ આપેલો કે વેચનાર વ્યક્તિને ખરીદનારને પુરતુ વળતર આપેલુ છે. આ વેચાણમાં વેચનારની મુક્ત સંમતિ છે. જો કે, અશાંત ધારા અમલી હોય તે વિસ્તારમાં આ રીતે દુકાન વેચાય તો પ્રશ્ન સર્જાઈ શકે છે. જેથી, ડેપ્યુટી કલેક્ટરે ખરીદનારને મંજૂરી આપવાની ના પાડેલી. જેની સામે ખરીદનારે એસએસઆરડી (સ્પેશ્યિલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અરજી કરેલી. જો કે, રેવન્યુ સેક્રેટરી આ અરજીને નકારેલી. જેની સામે અરજદારે હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરેલી અને હાઈકોર્ટે ડેપ્યુટી કલેક્ટરના હુકમને રદ કરેલો.