Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળમાં આજે એટલે કે 25મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. ત્યારે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, જ્યારે કેટલીક જગ્યાએથી ભૂસ્ખલનના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજથી આગામી બે સુધી દેશના 5થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા  મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, કેરળ, દક્ષિણ રાજસ્થાન, ગોવા અને પુડુચેરી સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ અને વીજળી સાથે અનેક સ્થળોએ વરસાદ માટે ચેતવણી જારી કરી છે. તે દરમિયાન, 26મી નવેમ્બર એટલે કે રવિવારે દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું

બંગાળની ખાડીમાં લો પ્રેશરના પ્રભાવ હેઠળ, 27મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પાસે ભારતીય હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે.

દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે ઘણી જગ્યાએ વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા છે. આ સિવાય તિરુવલ્લુર, રાનીપેટ અને કાંચીપુરમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે

27મી નવેમ્બરે ઉત્તરાખંડમાં વાવાઝોડાની સાથે સાથે કરા પણ પડી શકે છે. ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢમાં 3500 મીટરથી ઉપરની ઊંચાઈએ હળવી હિમવર્ષા થવાની પણ શક્યતા છે. જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી શકે છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં વરસાદ, કરા અને હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો : ભારત 1.4 લાખ કરોડ રૂપિયાના 3 મેગા ડિફેન્સ પ્રોજેક્ટ શરૂ કરવા તૈયાર, દુનિયા જોશે સેનાની તાકાત