Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અંકલેશ્વરના જીઆઈડીસી ગોડાઉનમા આજે વહેલી સવારે આગ ભભુકી ઉઠી હતી. તો જોત જ જોતામા આગ એટલી વિકરાળ બની ગઈ કે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી નગર પાલિકા અને અન્ય ખાનગી કંપનીના ફાયર ફાયટરોને પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. ત્યારે હાલ કોઈ જાનહાનીના સમચાર આવ્યા નથી. ત્યારે આગને કાબુમા લેવાના પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે સ્થાનિકોમા એક ભય ફેલાઈ ગયો છે.

જયંત પકેજીંગ ઈન્ડસ્ટ્રીમાં આગ

અંકલેશ્વર GIDCમાં આવેલી જયંત પેકેજીગ ઈન્ડસ્ટ્રીમાંમા આજે વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી. તો આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે કે, આસપાસના લોકોમા એક ભય ફેલાઈ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ થતા ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારે કયા કારણોસર આગ લાગી તેનુ કારણ અકબંધ છે. ત્યારે આગને કાબુમા લેવા માટે આસપાસની ખાનગી કંપનીના ફાયર ફાયટરની પણ મદદ લેવામાં આવી હતી

શાળામા આપી શકે છે રજા

જે રીતે આગ ફેલાતી ગઈ તેમ દૂર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. તો બીજી તરફ નજીકમાં શાળાઓ પણ આવેલી છે. ત્યારે જો જરૂર પડશે તો જ શાળામાં બાળકોને રજા પણ આપવામાં આવી શકે છે.

આસપાસમા રહેલી કંપનીઓ થઈ સાવચેત

આગને જોઈ આસપાસમા રહેલી અન્ય કંપનીઓએ પણ પોતાનો માલસામાન અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી હતી. કેમકે આગ વધુ વકરે તો અન્ય કંપની પણ આગની ઝપેટમા આવી શકે છે અને મોટુ નુકસાન થઈ શકે છે. માટે આસપાસમા રહેલી કંપનીઓ પણ સાવચેત થઈ ગઈ હતી.

આ પણ વાંચો: રાજયમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થયો શરૂ