Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં કોરોનાની દહેશતએ ફરીથી બધાને ટેન્શનમાં મૂકી દીધા છે. ત્યારે હવે કોરોનાને પગલે તકેદારી વધારવામાં આવી છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા પણ સુરક્ષાના ભાગરૂપે કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર પર કોવિડ ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં અને એમાં પણ હવે અમદાવાદમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે તેની સામે તકેદારી પણ વધારવામાં આવી રહી છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. AMCસંચાલિત હોસ્પિટલ,અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે એન્ટ્રીજન અને RTPCR પણ ટેસ્ટ થશે તેમ જાણકારી મળી રહી છે. અમદાવાદમાં શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થાય છે. અન્ય શહેરોની જેમ અમદાવાદ શહેરમાં પણ કોરોનાએ દસ્તક આપી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને તકેદારી વધારવામાં આવી રહી છે.

ત્યારે હવે દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચું કર્યું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. તેની સાથે અમદાવાદમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો. હાલ સુધી અમદાવાદમાં કોરોનાના 5 કેસ નોંધાવવામાં આવ્યા છે. અમદાવાદમાં હાલ કુલ એક્ટિવ કેસ 35 પર પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 54 એક્ટિવ કેસ છે. ત્યારે બીજી બાજુ સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત એક્ટિવ કેસ બાબતે પાંચમા નંબરે પહોંચી ગયું છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વધતા કેસને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તકેદારીના પગલાં રૂપે અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ

બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જૂની સિવિલ હોસ્પિટલમાં પણ 20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ, એનઆઈસીયુ સાથેની તૈયારીઓ કરવામાં આવી છે.

ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ તકેદારીના ભાગરૂપે રાજકોટ મનપા સંચાલિત બધા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેપિડ ટેસ્ટ તેમજ આરટીપીસી ટેસ્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજકોટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં 140 જેટલા બેડની પણ સુવિધા કોરોનાના નવા વેરિયન્ટને લઈને તકેદારીના ભાગરૂપે ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ડેરી પ્રોડક્ટની ફેક્ટરીમાંથી 30 લાખની જંગી વીજ ચોરી ઝડપાઇ