Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોરોના મહામારીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જિલ્લામાં કોરોના મુદ્દે અગમચેતીના પગલા સંબંધમાં લેવામાં આવેલા વિવિધ પગલાની માહિતી જિલ્લાના સદસ્યોને આપવામાં આવી હતી. તેમાં આરોગ્ય સંસ્થાઓને ઓક્સિજન પ્લાન્ટ સહિત સુવિધા ચકાસવા સુચના અપાયાનું અને કોવિડ ટેસ્ટ માટે જરૂરી રેપીડ કીટ તેમજ વીટીએમ કીટનો પુરતો જથ્થો સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવાયાનું જણાવાયુ હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખ, ડીડીઓ અને મુખ્ય જિલ્લા આકરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યા મુજબ કોરોનાની સ્થિતિની સંભાવનાને ધ્યાને રાખીને જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ટેસ્ટ માટે જરૂરી રેપીડ કીટ તેમજ વીટીએમ કીટનો પુરતો જથ્થો સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવી દેવાયો છે. તમામ આરોગ્ય સંસ્થાઓને ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનના સીલીન્ડર અને ઓક્સિજનના કોન્સનટ્રેટરની સાથે જરુરી દવાઓ સહિત સુવિધાઓ ચકાસી લેવા માટેની સુચના આપવામાં આવી છે. સાથે સાથે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તમામ બાબતોની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરીને ચકાસણી કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું કે જિલ્લાના તમામ સુપ્રિટેન્ડન્ટ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસરો સાથે પૂર્વ તૈયારી સંબંધમાં બેઠકો યોજવામાં આવી છે. હાલની મોસમને ધ્યાનમાં રાખીને હાઇરીસ્ક ગુ્રપના વ્યક્તિઓને શંકાસ્પદ કોવિડ જણાય તો કોવિડ ટેસ્ટ કરાવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આરોગ્યની ત્રીજી સૌથી મોટી કડી એ દવાબજાર છે, કેમિસ્ટ એસો. માં ઋષિકેશ પટેલનું નિવેદન