Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બફર ઝોન વિસ્તાર ઘટાડવા અંગે પ્રસ્તાવ કેન્દ્રને મોકલવો છે - સરકાર

ગીર અભિયારણ્યના બફર ઝોનને ઘટાડવાના ડ્રાફ્ટ નોટિફિકેશનનો મામલો – હાઈકોર્ટનો સરકારને નિર્દેશ કેન્દ્રને મંજૂરી માટે પ્રસ્તાવ મોકલો, જે જવાબ આવે તે રજૂ કરો

Ahmedabad: ગીર અભિયારણ્ય અને નેશનલ પાર્ક આસપાસના બફર ઝોનના વિસ્તારને ઘટાડવા માટે સરકાના ડ્રાફ્ટ નોટિફિકેશન સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે આપેલા મનાઈ હુકમમાં રાહત આપવાની માગ સાથે સરકારે કરેલી અરજીમાં હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, બફર ઝોન અને ઈકો સેન્સિટીવ ઝોનના વિસ્તારની મંજૂરી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રને નવેસરથી પ્રસ્તાવ મોકલવામાં આવે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર જે પણ જવાબ આપે તેને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ 2022મં સુપ્રીમ કોર્ટે અભિયારણ્યના બફર ઝોન સંદર્ભે આદેશ કરેલો છે કે, અભિયારણ્યમાં અમુક કિલોમીટરનો વિસ્તાર એ બફર ઝોન હોય તો ચાલે. જેને અનુલક્ષીને રાજ્ય સરકાર ગીર અભિયારણ્ય આસપાસના બફર ઝોનને નક્કી કરી રહી છે. આ સંદર્ભે રાજ્ય સરકાર બફર ઝોનના વિસ્તાર અંગે નવો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવા માગે છે.

કેસની વિગત જોઈએ તો, વર્ષ 2017માં રાજ્ય  સરકારે દ્વારા ગીર જંગલના અભિયારણ્ય અને નેશનલ પાર્કના આસપાસના બફર ઝોન વિસ્તારને ઘટાડવા માટે સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બનાવેલુ. જેની સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાયેલી. આ સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે સરકાર બફરઝોનના 3.32 લાખ કિલોમીટરના વિસ્તારને ઘટાડીને 1.14 લાખ કરવા માગે છે. જેના લીધે વન્ય જીવનને મોટા પાયે અસર થશે. આ તમામ વિસ્તાર પ્રતિબંધિત છે. સરકાર માઈનિંગ ઈન્ડસ્ટ્રીઝને લાભ પહોંચાડવા અને પ્રવાસનના નામે બફર ઝોનના વિસ્તારને ઘટાડવા માગે છે. જેના લીધે, ગીરના સિંહના જીવનને પણ મોટી અસર થઈ શકે છે. ઈકો સેન્સિટીવ ઝોન વિસ્તાર ઘટાડવાનો નિર્ણય મનસ્વી અને વન્ય જીવોની વિરૂદ્ધનો છે. પહેલા અભિયારણ્યથી બફર ઝોનનો વિસ્તાર લઘુત્તમ 8 કિલોમીટર અને મહત્તમ 17 કિલોમીટર હતો. જેને ઘટાડીને 500 મીટરથી 4 કિલોમીટર કરાયો છે. જેના લીધે, પહેલા બફર ઝોનમાં 291 ગામ આવતા હતા અને હવે 119 ગામ જ આવે છે. આ રજૂઆત બાદ, વર્ષ 2017માં સરકારે સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશન સામે સ્ટે આપ્યો હતો.