Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: કરદાતાની રજૂઆતને ધ્યાને લીધા વગર ઇન્કમટેક્સ વિભાગના સત્તાવાળાઓ દ્વારા કરાયેલા ફેસલેસ આકારણી હુકમને હાઇકોર્ટે રદ ઠેરવ્યો છે. હાઇકોર્ટે ઇન્કમટેક્સ એકટની કલમ-144 બી સાથે વાંચતા કલમ-263 હેઠળ જારી કરાયેલો આકારણી હુકમ રદ કરીને આકારણી અધિકારીને આદેશ કર્યો છે કે, આ કેસને ફરીથી સાંભળો અને પછી યોગ્ય નિર્ણય લો.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, કરદાતાને છેલ્લા દિવસે મર્યાદા સમય પૂરો થતો હતો ત્યારે જવાબ આપવા માટે માત્ર એક દિવસનો જ સમય આપવામાં આવેલો આઇટી એકટની કલમ-263 હેઠળ આકારણી હુકમ જારી કરાયા બાદ 17 મહિના સુધી કોઇ જ પગલાં લેવાયા નથી અને જયારે આકારણી પૂર્ણ કરવાની સમય મર્યાદા પૂર્ણ થતી હતી ત્યારે અચાનક ઇન્કમટેક્સ વિભાગ જાગે છે અને 08-09-2021 અને 21-09-2021ના રોજ અરજદાર કરદાતાને પહેલી અને બીજી નોટિસ ફટકારે છે અને બીજા દિવસ સુધીમાં અરજદારને તેનો જવાબ રજૂ કરવા હુકમ કરાય છે. આ કેસમાં અરજદારની રજૂઆત ધ્યાને લીધા વગર જ ઓથોરિટીએ  30-09-2021ના રોજ હુકમ કર્યા છે.

સુનાવણી દરમિયાન, અરજદાર કરદાતાના વકીલની રજૂઆત હતી કે, ઇન્કમટેક્સ વિભાગે ઈસ્યુ કરેલો આકારણી હુકમ ભૂલભરેલો અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધનો છે. અરજદારને જવાબ રજૂ કરવા માટે માત્ર એક દિવસનો સમય અપાયેલો. આ પછી, અરજદારે તેનો જવાબ રજૂ પણ કર્યો હતો, જો કે તેને ધ્યાને જ લેવાયો નથી.