Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ભૂતકાળમાં હાઈકોર્ટનો આદેશ હતો કે અરજદારની રજૂઆત ધ્યાને લઈ એએમસી કમિશનર નિયમ મુજબ પગલા લે

- લાંભામાં જમાલપુર એપીએમસીની જમીન પર ગેરકાયદેસર રીતે શેડ્સ બનાવવાનો મામલો, આદેશનુ પાલન ન થતા કન્ટેમ્પ્ટ અરજી, હાઈકોર્ટે એએમસી કમિશનરને નોટિસ પાઠવી

- જમાલપુર એપીએમસીની 70,000 ચો.મી. ખેતીલાયક જમીન પર  ગેરકાયદેસર શેડ્સ બન્યા

Ahmedabad: લાંભામાં આવેલી જમાલપુર એપીએમસીની 70 હજાર ચો.મીથી વધુ ક્ષેત્રફળ ધરાવતી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીનો પર ગેરકાયદે શેડ્સ સહિતના બાંધકામ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ થયેલી જાહેરહિતની  અરજીમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશનરને આ સમગ્ર મામલે કાયદાનુસાર પગલાં લેવા આદેશ કર્યો હતો. જો કે, આ આદેશનુ પાલન ન થતા થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં હાઈકોર્ટે એએમસીના કમિશનરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 26 જુલાઈએ હાથ ધરાશે. ભૂતકાળમાં  હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, અરજદારની 6-6-23ની જે રજૂઆત છે તેને ધ્યાને લઈને પગલા લેવામાં આવે. આ કેસમાં જરૂર જણાય તો એએમસીના જવાબદાર અધિકારી સ્થળ મુલાકાત લે અને આ સમગ્ર મામલે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં લઇ એએમસી કમિશનર નિર્ણય લે.

કન્ટેમ્પ્ટ અરજીની સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, જમાલપુર એમપીએમસીની લાંભા ખાતે આવેલ 70 હજાર ચો.મીથી પણ વધુ ક્ષેત્રફળ ધરાવતી જુદી જુદી જમીનો કે વાસ્તવમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી છે. તેમ છતાં આ એગ્રીકલ્ચર ઝોનની જમીનો પર એએમસીની અધિકૃત મંજૂરી મેળવ્યા વિના બારોબાર જ એપીએમસી સત્તાધીશોએ શેડ્સ સહિતનું ગેરકાયદે બાંધકામ કરી દીધુ છે અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની જોગવાઇઓ અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓનો સરેઆમ ભંગ કર્યો છે. એપીએમસી સત્તાવાળાઓએ 170 જેટલા વેપારીઓ પાસેથી આ શેડ્સ બાંધવાના ભાગરૃપે રૂ.  17 લાખથી વધુની રકમ પણ ગેરકાયદે રીતે ઉઘરાવી લીધી છે. આ વિવાદીત જમીન હુડકો પાસેથી મોર્ગેજ કરી રૂ.200 કરોડની લોન લેવામાં આવી છે, તેમ છતાં હુડકો પાસેથી પણ મંજૂરી લેવામાં આવી નથી.