Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી તોફાન કેસમાં ખોટા દસ્તાવેજ અને સાક્ષી ઊભા કરવાના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારને આખરે ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં હાઇકોર્ટે શ્રીકુમારના વચગાળાના જામીન ત્રણથી ચાર વખત લંબાવી આપ્યા હતા. ગુજરાતમાં ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને આરોપીઓ સામે એસઆઇટીએ ચાર્જશીટ પણ રજૂ કરી દીધુ હતું. આ કેસમાં રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવ્યા બાદ આર. બી. શ્રીકુમારે હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી,

સુનાવણી સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદાર આ કેસમાં નિર્દોષ છે અને તેમને ખોટી રીતે કેસમાં સંડોવી દેવાયા છે. અરજદાર એક પોલીસ અધિકારી હતા અને હાલ તેમની ૭૫ વર્ષની ઉંમર છે તેથી નાસી કે ભાગી જાય તેમ નથી, પોલીસે તપાસ કરી ચાર્જશીટ પણ રજૂ કરી દીધુ છે તેથી હવે પુરાવા સાથે ચેડાની શક્યતાઓ પણ નથી. તેથી કોર્ટે તેઓને જામીન આપવા જોઇએ.