Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને જાહેર તેમ જ ખાનગી કચેરીઓ અને સંકુલ સહિતના સ્થળોએ ગુજરાતી ભાષાના ઉપયોગ અને અમલવારીની માગ સાથેની જાહેરહિતની અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે ખાનગી લોકોને ફરજ પાડી ન શકાય કે તેમને આદેશ આપી ન શકાય. જો કે, અરજદાર ઇચ્છે તો જાહેર મેળાવડા, સૂત્રો સહિતની પદ્ધતિઓ દ્વારા લોકોને જાગૃત કરી શકાય.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે કહ્યું છે કે, માતૃભાષાના ઉપયોગ અને તેના લાભો અંગે લોકોને જાગૃત કરી શકાય પરંતુ તેઓને આદેશ નાઆપી શકાય. જો કે, હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, આ અંગેના પરિપત્રનું સાચા અર્થમાં પાલન થાય તે જુઓ. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, મોટાભાગના સ્થળોએ ગુજરાતી ભાષાનો જ ઉપયોગ થાય છે. તે પોતે પણ ગુજરાતની વાંચવાનો અને સમાજવાનો પ્રયાસ કરે છે.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, ગુજરાતમાં ગુજરાતી એ માતૃભાષા છે અને ગુજરાતી ભાષાના ઉપયોગ અંગે ખુદ સરકારનો પરિપત્ર છે પરંતુ તેનું જોઇએ તેવું અમલીકરણ થતુ નથી. ખાસ કરીને ખાનગી લોકો અને સંસ્થાઓમાં તેનું યોગ્ય રીતે પાલન થતુ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે પરિપત્રના પાલન માટે સરકાર અને સત્તાવાળાઓને જરૂરી આદેશ કરો. મહત્વનુ છે કે, ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની અધિકૃત ભાષા તરીકે અમલી બનાવવાની માગ કરતી પીઆઈએલનો હાઈકોર્ટે થોડા દિવસ પહેલા નિકાલ કરેલો.