Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- 28 ઓગષ્ટ પહેલા પીડિતાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરો - હાઈકોર્ટ

- અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં હાથ ધરાશે પ્રક્રિયા

અમદાવાદ: સુરેન્દ્રનગરમાં દુષ્કર્મ પીડિતાએ તેના 20 સપ્તાહથી વધુના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગાંધી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે આપેલા મેડિકલ રિપોર્ટના આધારે હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાત માટે મંજૂરી આપેલી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે 28 ઓગષ્ટ પહેલા ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.

સુનાવણી દરમિયાન, સરકારી વકીલે ગાંધી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરીને જણાવેલુ કે પીડિતાને 20 સપ્તાહનો ગર્ભ છે અને જ્યાં આઈસીયુ સહિતની ફુલ ટાઈમ તબીબી સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં પીડિતીની ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. પક્ષકારો સાથે ચર્ચા બાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિતાની ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાનુ નક્કી કરાયુ છે. આ પહેલા પીડિતાના વકીલે રજૂઆત કરેલી કે, હાલ તેણી અમદાવાદમાં રોકાયેલી છે અને તેથી જો અમદાવાદની કોઇ પણ સરકારી હોસ્પિટલમાં તેની ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાય તો તેણીને વાંધો નથી.