Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની 22 જૂનના રોજ નીકળશે. રથયાત્રામાં દર વર્ષે ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરું કરવામાં આવતું હોય છે. ભક્તજનો ભગવાનનું મામેરું કરવા વર્ષો પહેલા નામ નોંધાવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે 146મી રથયાત્રામાં ભગવાનના મામેરાના યજમાન માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 જેટલા યજમાનો દ્વારા મામેરુ કરવા માટે નામ નોંધાવવામાં આવ્યા હતા.  સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળીને ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં શાયોના ગ્રુપના ઘનશ્યામ બબલદાસ પટેલનું નામ નીકળ્યું હતું. જેથી આ વર્ષે ભગવાનની 146મી રથયાત્રાના મામેરાના યજમાન તરીકે ઘનશ્યામ બબલદાસ પટેલ બન્યા છે.

ઘનશ્યામ પટેલ અને તેમના પરિવારનું કહેવું છે કે, તેઓ ખુબ ઉત્સાહથી મામેરાની તૈયારી કરી રહ્યા છે કારણ કે 10 વર્ષથી જે તેમની ઇચ્છા હતી તે હવે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે અને રથયાત્રાના મહાઉત્સવમાં તેઓ હોશથી ભગવાન જગ્ન્નાથ, ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાનું મામેરૂ કરશે.