Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતે પાકિસ્તાનની પાસે આતંકી હાફિઝના પ્રત્યાર્પણની હાલ માંગ કરી છે. ભારતે પ્રથમ વખત આ અંગે કોઈ નિવેદન આપ્યું છે. ત્યારે ભારતે સ્વીકાર્યું છે કે આ વિનંતી થોડા અઠવાડિયા પહેલા પણ કરવામાં આવી હતી. જો કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન પરથી એવું લાગી નથી રહ્યું કે પાકિસ્તાન એ હાફિઝના પ્રત્યાર્પણ માટે તૈયાર હોય.

ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી એવા હાફિઝ સઈદના પ્રત્યાર્પણને લઈને વિનંતી કરી છે. ત્યારે ભારતે પેહલીવાર આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે. ભારત હાફિઝને પાકિસ્તાનથી લાવી તેની સામે કાયદેસર રીતે કેસ ચલાવવા માંગે છે. હજી સુધી પાકિસ્તાને ભારતની વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી. ત્યારે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે એક નિવેદન આવ્યું છે. તે નિવેદન પરથી તો એવું લાગી નથી રહ્યું કે આતંકવાદીઓને રક્ષણ આપતો આ દેશ પાકિસ્તાન આટલી સરળ રીતે હાફિઝને ભારતને સોંપશે. ત્યારે પાકિસ્તાને પણ હાફિઝ સઈદના પ્રત્યાર્પણનો ટેકનિકલી રીતે ઈન્કાર કર્યો છે. તેમણે આ અંગે લખ્યું છે કે આ બાબતે વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે પાકિસ્તાનને ભારતીય અધિકારીઓ તરફથી વિનંતીઓ મળી રહી છે. જેમાં કહેવામાં આવતા મની લોન્ડરિંગ કેસમાં હાફિઝના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી. હવે એ નોંધવું મહત્વપૂર્ણ રહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હજી અસ્તિત્વમાં આવી નથી.

NIAઆતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝના વિરુદ્ધ ઘણા બધા કેશ નોંધ્યા છે. ત્યારે ભારત તથા યુએનએ તેને આતંકવાદી જાહેર કરેલ છે. ભારતે પાકિસ્તાનને કહ્યું કે હાફિઝ સઈદની ઘણા બધા મામલામાં પૂછપરછ કરવામાં  આવશે, તેથી તેને ભારતને સોંપી દેવામાં  આવે. હાફિઝના વિરુદ્ધ કાશ્મીરમાં પણ આતંકવાદી ફંડિંગનો કેસ હાલ ચાલે છે. ત્યારે પાકિસ્તાને સત્તાવાર રીતે ભારતને આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ મુમતાઝનું નિવેદન બતાવે છે કે પાકિસ્તાન ફરી આતંકવાદીઓને બચાવવા માટે ઉભું થયું છે.

ભારતે કહ્યું

આ બાબતે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ વિનંતી થોડા અઠવાડિયા પહેલા પણ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા કરવામાં આવેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની પ્રત્યાર્પણ સંધિ ન હોવા છતાં પણ આ વિનંતી કરવામાં આવી. ત્યારે પાકિસ્તાનને પણ તમામ જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા. હાફિઝના પુત્રને ચૂંટણી લડવા બાબતે બાગચીએ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓનું પ્રવાહમાં આવવું તે કોઈ નવી વાત નથી. જ્યારે આવી ઘટનાઓ પ્રાદેશિક સુરક્ષાને પણ અસર કરે છે.

આ પણ વાંચો : ફ્રાંસમાં નવા વર્ષે આતંકી હુમલાનો ખતરો, 90 હજાર સુરક્ષાકર્મીઓ કરાયા તૈનાત