Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત યુનિવર્સિટીમાં આજે ત્રણ પ્રોફેસર પર કાર્યવાહી કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ આ નિર્ણય મહિલા પ્રોફેસરની ફરિયાદના આધારે કરવામાં આવ્યો હતો.

મહિલા પ્રોફેસરે ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી

ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી એકેડમી કાઉન્સિલની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમાજવિદ્યા ભવનના વિવાદાસ્પદ પ્રોફેસરો પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમા પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે મહિલા પ્રોફેસરે ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવી હતી જેના રિપોર્ટના આધારે પ્રોફેસર મુકેશ ખટીકને સસ્પેન્ડ કરાયા છે. તે ઉપરાંત યુનિવર્સિટીમાં 17 ગેરકાયદેસર પ્રોફેસરોની ભરતીની ફરિયાદ થયા પછી ભારતીય સંસ્કૃતિ વિભાગના પ્રોફેસર વનરાજ ચાવડા અને  MSW વિભાગના પ્રોફેસર વિપુલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે સિવાય HPP કોર્સમાં નાણાકીય ઉચાપતની ફરિયાદના પગલે પ્રોફેસર કવલજીત લખતરિયા સામે તપાસ કમિટી નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીમાં 70થી પણ વધુ પ્રોફસરોને પ્રમોશન આપવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ થયા પછી પહેલીવાર સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. તેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.  ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોને કેરિયર એડવાન્સ સ્કીમનો લાભ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી પ્રોફેસરોને પ્રમોશન અને પગાર વધારાની પ્રક્રિયા ચાલી રહી હતી જેને સિન્ડિકેટની મંજૂરી મળતા 70થી પણ વધુ પ્રોફસરોને પ્રમોશન આપવામાં આવશે.

આ પણ વાંચો: GPSCએ છ મહિનામાં 20 પરીક્ષાઓ રદ કરી બેરોજગારોની ઉડાવી મજાક