Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વિદેશમાં સ્થાયી થવા, અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો જ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે પાસપોર્ટ અરજદારોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાંથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80% જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા છે.

સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા હોય તેમાં કેરળ છે મોખરે

ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023 સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. બે વર્ષમાં 80% જેટલો વધારો નોંધાયો છે. કોરોનાના વર્ષ 2020માં 3.80 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. બીજી તરફ 2023માં 7.59 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આમ ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20% નો વધારો થયો છે. 2020થી નવેમ્બર 2023 સુધી ગુજરાતમાંથી 25.72 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. પાસપોર્ટની અરજી કરનારા મોટાભાગના 12મું પાસ કે તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા યુવાનો છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે નવેમ્બર સુધી 1.25 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. તેની સરખામણીએ વર્ષ 2021માં 73.63 લાખ અને 2022માં 1.17 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. જ્યારે આ વર્ષે નવેમ્બર સુધી જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા હોય તેમાં કેરળ 14.11 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 13.78 લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 12.56 લાખ સાથે ત્રીજા સ્થાને છે.

જાણો વર્ષ 2023માં કયા રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા

કેરળમાં 14.11 લાખ,  મહારાષ્ટ્રમાં 13.78 લાખ, ઉત્તર પ્રદેશમાં 12.56 લાખ, પંજાબમાં 10.83 લાખ, તામિલનાડુમાં 10.55 લાખ અને ગુજરાતમાં 9.17 લાખ પાસપોર્ટ ઇશ્યુ થયા છે. 

આ પણ વાંચો: પીએમ મોદી આવ્યા સુરત,એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ