Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક શિક્ષિત બેરોજગારીની જાણે ખુદ સરકાર જ મજાક કરી રહી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાનારી ચારેક પરીક્ષાઓ જીપીએસસીએ છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા છ મહિનામાં જ GPSCએ 20 પરીક્ષાઓ રદ કરી છે. છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી દેવાતાં સરકારી નોકરી મેળવવાના સપના સાથે લાખો વિદ્યાર્થીઓ મહેનત પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડે છે. અટકાવવુ, ભટકાવવુ અને લટકાવવુ એ સરકારની નીતિ રહી છે.

GPSC વારંવાર પરીક્ષાઓ રદ કરી દે છે 

સરકારી નોકરીએ ગુજરાતી યુવાઓનુ સપનું રહ્યું છે પરિણામે આજે હજારો લાખો શિક્ષિત બેરોજગારો હોંશેહોંશે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે પણ જીપીએસસી વહીવટી કારણ ધરીને વારંવાર પરીક્ષાઓ રદ કરી દે છે તેથી ગુજરાતના મહેનતકશ યુવાઓને સમય-શક્તિની સાથે સાથે આર્થિક પરેશાની ભોગવવી પડે છે. ટ્યુશન, કોચિંગ ક્લાસ અને હોસ્ટેલ સહિત અન્ય ફી પણ માથે પડે તેવી દશા છે.

કેલેન્ડર મુજબ પરીક્ષાઓ યોજાઇ રહી નથી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023 દરમિયાન કેલેન્ડર મુજબ પરીક્ષાઓ યોજાઇ રહી નથી. ખુદ સરકાર જ જાણે ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે રમત રમી રહી હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે. જીપીએસસીની પરીક્ષાઓની જાહેરાત થયા પછી બે બે વર્ષ સુધી પરીક્ષા યોજાતી નથી તે પાછળનુ કારણ જ દર્શાવવામાં આવતુ નથી. છેલ્લા છ મહિનામાં જીપીએસસીએ 20 પરીક્ષાઓ રદ કરી છે. પરીક્ષા મોકુફીનો જાણે ખેલ ચાલી રહ્યો છે. આ કારણોસર સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા તનતોડ મહેનત કરનારાઓના સપના હજુ અધુરા જ રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના કાળા પછી પાલતું ડોગની માંગ વધી, લોકો અઢળક ખર્ચ કરે છે