Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આ કેસમાં તિસ્તા સહિત અન્ય આરોપીઓની ભૂમિકા - સરકાર

- ઝાકિયાની વાંધા અરજીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ફરિયાદ નોંધાયેલી છે

ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનને અનુલક્ષીને રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે બનાવટી દસ્તાવેજો અને પુરાવા ઉભા કરી તેમને ફસાવવાના કેસના આરોપનો સામનો કરી રહેલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ કેસમાં તિસ્તા સેતલવાડની ભૂમિકા છે. આ કેસમાં અન્ય બે આરોપીઓની ભૂમિકા છે. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયેલુ કે આ કેસમાં તમામની ભૂમિકા છે.  

સરકારની એ પણ રજૂઆત હતી કે અરજદાર તિસ્તા સેતલવાડ કોઈપણ ભોગે આ કેસમાં રાજ્યના ઉચ્ચ સત્તાધીશોને ફસાવવા માગતી હતી. આ માટે તેણે મોટા રાજકીય નેતાની મદદ લીધેલી. આ મુદ્દે તેણીએ જે તે સમયે સરકીટ હાઉસમાં કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરેલી. આ સમયે, અહેમદ પટેલે કહેલુ કે આ કેસમાં ગમે તેટલા મોટા માથા હોય તેને જેલ પાછળ ધકેલવાના છે અને આ માટે તમને કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ મદદ કરશે, સંજીવ ભટ્ટને તો તમે મળી જ ચુક્યા છો. આ  સમયે, તિસ્તાએ કહેલુ કે તેને આ માટે મોટા ફંડની જરૂર પડશે. આ સમયે, અહેમદ પટેલના કહેવાથી તિસ્તાને  ત્વરિતપણે રૂ. પાંચ લાખ આપવામાં આવેલા, આ પછી, બે દિવસ રહીને અરજદારને રૂ. 25 લાખની સુવિધા કરી આપવાનુ કહેવાયેલુ.

સરકારની  એ પણ રજૂઆત હતી કે આ તમામ બાબતોને અનુલક્ષીને સંબંધિત લોકોના નિવેદનો પણ લેવામાં આવેલા છે.  આ કેસની વધુ સુનાવણી ગુરૂવારે હાથ ધરાશે.