Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દ્વારકામાં 23 અને 24 ડિસેમ્બરે મહારાસ રમાશે. આહીર સમાજનાં 37 હજાર બહેનો મહારાસ રમી વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે હાલ મહારાસને લઇને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. આ કાર્યક્રમ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સમિતિના નેજા હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

દ્વારકાની ઐતિહાસિક ધરા પર 23 અને 24 ડિસેમ્બરે 37 હજાર આહીરાણીઓ પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મહારાસ રમશે. આ ઐતિહાસિક ઘટનામાં સાક્ષી બનવા અત્યારથી સમાજના આગેવાન વડીલો બહેનો દ્વારકા જઈ રહ્યા છે. જેને લઈ દ્વારકા જગત મંદિરથી લઈને સમગ્ર દ્વારકાને અદભુત લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. જેથી હાલ સ્વર્ગને પણ ઝાંખું પાડી દે તેવો સમગ્ર દ્વારકાનો નજારો જોવા મળી રહ્યો છે.ત્યારે  અખિલ ભારતીય આહીરાણી મહારાસ સમિતિના નેજા હેઠળ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનની ઘણી બધી તૈયારી ચાલી રહી છે.

ભગવાન શ્રીકૃષ્ણનો મનપસંદ મહારાસ દ્વારકામાં યોજાઈ રહ્યો છે. આ મહારાશમાં આહીર સમાજની 37 હજાર આહીરાણીઓ ભાગ લેશે. ઉપરાંત  આ મહારાસનું આયોજન કરીને ઈતિહાસ રચશે. ત્યારે આહીરાણીઓએ કહ્યું, રાસમાં 37 હજાર આહીરાણીઓ ભાગ લેવાની છે. આ દિવ્ય રાસમાં ભગવાન શ્રીકૃષ્ણ પધારવાના હોય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દ્વારકામા ભારે ભીડ પણ જોવા મળી રહી છે.

આયોજક બહેનોનું એમ કહેવુ છે કે આજની પેઢી યદુકુળની સંસ્કૃતિને ભુલી રહી છે. ત્યારે આ પેઢીને શ્રીકૃષ્ણની સંસ્કૃતિ તરફ વાળવા માટેનો છે. આજની પેઢીને રાસનું મહત્વ સમજાવવામાં માટે અને આપણી સંસ્કૃતિ તે સમજે તે માટે આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ યાદવ કુળની 37 હજાર આહીરાણીઓ દ્વારા આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ ગરબો રમી રાસ સ્વરૂપે દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરશે. આટલી જ વિશાળ સંખ્યામાં આહીરાણીઓ રાસ રમી વિશ્વ રેકોર્ડ બનાવવાના છે.

મહારાસમાં કુલ 67 રાઉન્ડ રાખવામાં આવશે. છેલ્લો રાઉન્ડ આશરે 500 મીટરની ત્રીજ્યા એટલે 1 કી.મી જેટલો વિશાળ હશે. ત્યારે તમામ રાઉન્ડમા બહેનોની જગ્યા નિશ્ચિત કરવા પણ રેડિયમ સ્ટિકર લગાવવામાં આવશે. જેથી પોતપોતાની જગ્યાએ રાસ માટે ગોઠવાઈ શકે. ત્યારે આ ક્ષણનું સાક્ષી બનવા સૌ કોઈ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

આ સંગઠનની શરૂઆત 8 બેનોથી થઈ હતી. આજે 37 હજાર બહેનો સંગઠનમાં જોડાઈ છે. આ સંગઠનનું નામ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન રાખવામાં આવ્યું છે. આ સંગઠનમાં સોશિયલ મીડિયા થકી અનેક અન્ય બહેનો પણ જોડાઈ છે. ખાસ વાત તો એ છે, અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના અધ્યક્ષના સ્થાને ભગવાન કૃષ્ણને રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરેલ માવઠાની વાત સાચી,જાણો કઈ તારીખોની કરાઈ આગાહી સાચી