Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના ખાતે  એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જીવંત પ્રસારણ આજે સાંજે છ વાગ્યે કરવામાં આવશે.

ગરબાએ ગુજરાતની તો આગવી ઓળખ અને ગૌરવ છે જ. પરંતુ ગુજરાતનું ગૌરવ સમાન ગરબા હવે ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ગયા છે. ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા પણ ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવ્યા છે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમારોહનું જીવંત પ્રસારણ આજે સાંજે છ વાગ્યે કરવામાં આવશે. આ માટે ચાર સ્થળોએ પરંપરાગત ગરબાની સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું અને એક મહત્વનું સ્થાન ધરાવતું વારસો છે. ગરબાને માં આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે અને નવદિવસ નવરાત્રિમાં ગરબા રમવામાં આવે છે. જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઊઠી સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં તેને ખૂબ જ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજા જીવનને ધબકતું રાખવા માટે  અને જીવંત રાખવા માટે ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબા માટેનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી એટલે કે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ પણ નવરાત્રી બની ચૂક્યો છે.

આ નવરાત્રીના ગરબાને માણવા માટે દેશ વિદેશથી અનેક લોકો ખાસ ગુજરાતમાં આવવા લાગ્યા છે. ગરબો એટલે ભક્તિ ભાવ સ્નેહ અને પ્રારંપરિક સહકારનું પ્રતિબિંબ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન સમૂહમાં ગવાતા ગરબા એ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ ગણવામાં આવે છે. ગરબો પરંપરા પ્રેરણા ઉત્સાહ ઉપરાંત આદ્યશક્તિના અવિભાવથી પ્રગટ થતાં ઉત્કૃષ્ટ ભાવનું પ્રતીક પણ માનવામાં આવે છે.

સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત છે જેને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવશે.

તો આજે સાંજે 6 વાગે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેને જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી આગાહી,જાણો ગુજરાતમાં આ તારીખે પડી શકે છે વરસાદ