Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેમની ભારતની મુલાકાતનો વીડિયો મોન્ટેજ શેર કર્યો હતો અને લખ્યું કે 'એક અસાધારણ પ્રવાસ પર એક નજર'. તેણે તેમના ટ્વિટર પર લખ્યું કે આવા મહત્વપૂર્ણ દિવસ (નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી)નો ભાગ બનવા માટે હું ખૂબ જ સન્માનિત છું. આ હંમેશા મારી યાદોમાં રહેશે અને તેના જવાબમાં PM નરેન્દ્ર મોદીએ તેમની પોસ્ટને ટેગ કરીને કહ્યું છે કે, 'રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ભારતમાં તમારું હોવું સન્માનની વાત છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તમારી મુલાકાત અને સહભાગિતા ચોક્કસપણે ભારત-ફ્રાન્સ મિત્રતાને વેગ આપશે. વડપરાધન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પછી, 26મી જાન્યુઆરીના રોજ ભારત અને ફ્રાન્સે લશ્કરી હાર્ડવેરના વિકાસ માટે મહત્વાકાંક્ષી સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપનું અનાવરણ કરવામાં આવ્યું હતું. TATA ગ્રુપ અને એરબસે H125 હેલિકોપ્ટરના સંયુક્ત વિકાસની જાહેરાત કરવામાં આવી છે.

PM મોદીએ રવિવારે કહ્યું હતું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તાજેતરની ભારત મુલાકાત અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવાથી ચોક્કસપણે ભારત-ફ્રાન્સ મિત્રતાને વેગ મળશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગયા મહિને બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા હતા અને 26મી જાન્યુઆરીના રોજ અહીં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે બંને દેશ સાથે મળીને ઘણું કરી શકે છે. વીડિયોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અમે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને ભાગીદારી વધારી છે અને અમે ચોક્કસપણે ભારતમાં વધુને વધુ રોકાણ કરવા માંગીએ છે અને અમે ઈચ્છીએ છે કે 2030 સુધીમાં ભારતમાંથી 30,000 વિદ્યાર્થીઓ ફ્રાન્સ આવે. આપને જણાવી દઈએ કે ઈમેન્યુઅલ મેક્રોન 25મી જાન્યુઆરીના રોજ PM મોદી સાથે તેમની બે દિવસીય ભારત મુલાકાતના પહેલા દિવસે જયપુર પહોંચ્યા હતા.

અહીં તેમનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું અને તે આમેરનો કિલ્લો જોવા ગયો અને ચાની ચુસ્કીઓ લીધી હતી. મેક્રોને વડાપ્રધાન મોદી સાથે જયપુરમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો. પીએમ મોદીએ પણ ઈમેન્યુઅલ મેક્રોનને UPI દ્વારા પેમેન્ટ કરતા બતાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતનું ઈન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ UPI હવે ફ્રાન્સમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત 2મી ફેબ્રુઆરીના રોજ પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરથી થઈ હતી.

આ પણ વાંચો : PM મોદી સાથે મુઈઝુની મુસીબતો તેમને ભારે પડી, માલદીવનું પર્યટન પડી ભાંગ્યું